Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આઈ.ટી.આઈ. વ્યારા દ્વારા એપ્રેન્ટીસ ભરતી મેળો યોજાયો

  • October 26, 2023 

તાપી જિલ્લામાં તા.૨૫ અને ૨૬ ઓકટોબર, ૨૦૨૩ના રોજ ઔદ્યોગિક તાલીમ સંસ્થા,વ્યારા એપ્રેન્ટીસ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. સદર ભરતી મેળામાં ઉર્જા અને પેટ્રોકેમીકલ વિભાગના ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રીસીટી કોર્પોરેશન લીમીટેડ, ઉકાઈ એ ભાગ લીધેલ હતો. જે અંતર્ગત વિવિધ ટ્રેડ માટે ભરતી પ્રકિયા હાથ ધરવામાં આવેલ હતી. જે અંતર્ગત ૧૫૦થી વધુ તાલીમાર્થીઓએ ભાગ લીધેલ હતો અને અંદાજીત ૧૩૨ તાલીમાર્થીઓની પ્રાથમિક પસંદગી કરવામાં આવેલ હતી. સદર ભરતી મેળાનું સુચારું આયોજન આચાર્યશ્રી એમ.એસ.પટેલ (વર્ગ-1)ના માર્ગદર્શન હેઠળ એપ્રેન્ટીસ ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application