નોકરી કરતા વર્ગ માટે એક રાહતના સમાચાર છે કે, નોકરી કરતા વ્યકિતો માટે ફોર્મ-16 વગર આઈટીઆર ભરવું મુશ્કેલ હોય છે, આ ફોર્મથી ખબર પડે કે છે કે નોકરી કરતા લોકોના કુલ પગાર કેટલો છે અને કેટલું ટીડીએસ કપાય છે. જોકે કેટલીક પરિસ્થિતિમાં તમેની ફોર્મ-16 નથી મળતું તો આવી પરિસ્થિતિમાં અન્ય દસ્તાવેજોની મદદથી પણ આઈટીઆર દાખલ કરી શકાય છે.
ફોર્મ-16 વગર આઈટીઆર દાખલ કરવા માટે જરૂરી છે કે સંબંધિત નાણાકીય વર્ષ દરમિયાન તમામ સ્ત્રોતોથી થનારી આવકની ગણતરી કરો,તેના માટે જરૂરી છે કે તમામ સેલેરી સ્લીપ એકઠી કરો,તેનાથી કુલ આવકની માહિતી મળી જશે, હવે ટેકસબેલ આવક જાણવા માટે કુલ આવકમાંથી તમામ પ્રકારના રોકાણ અને મળનારા ડીડકસનને ઘટાડવો પડશે.
ભાડાના રૂપમાં કમાણી થાય છે તો તેની પણ માહિતી આપવી પડશે લાંબાગાળાના રોકાણથી મળતા લાભની પણ માહિતી આપવી પડશે જો કે તેમા નુકશાન અને મોંઘવારી સાપેક્ષ ઈન્ડેકસેશનનો લાભ મળે છે.
આવકના અન્ય સ્ત્રોત જેવા કે બચત,ફિક્સ્ડ ડીપોઝીટ,રીકરીંગ ખાતા પર મળનારા વ્યાજ ઉપરાંત ઈન્કમ ટેકસ રીફંડ પરનું વ્યાજ,વગેરેની માહિતી પણ આપવી પડશે. ઇન્કમ ટેકસ રિર્ટન ભરવાને છેલ્લી તારિખ 31 ડીસેમ્બર 2020 છે એટલે કે તેના માટે હવે માત્ર 4 દિવસ જ રહ્યા છે, છેલ્લી ક્ષણોમાં ભૂલો ટાળવા માટે તમામ ડોક્યુમેન્ટ એકત્રિત કરીને આઈટીઆર ભરી લેવું શ્રેષ્ટ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500