ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC)નાં ચેરમેન તરીકેની વરણી થતાં IPS અધિકારી હસમુખ પટેલે પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું હતું. હવે તેમના સ્થાને વર્ષ 1993ની બેચના IPS નીરજા ગોટરૂની નિમણૂંક કરાઈ છે. વર્ષ 1993ની બેચનાં IPS અધિકારી નીરજા ગોટરૂને એડીશનલ ડીજીપી તાલીમ ગાંધીનગર ખાતે નિમણૂંક આપવામાં આવી હતી. નોંધનીય છે કે, IPS અધિકારી નીરજા ગોટરૂ અમદાવાદમાં ટ્રાફિક વિભાગમાં પણ ઉચ્ચ અધિકારી તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે, IPS અધિકારી હસમુખ પટેલના ચેરમેન પદેથી રાજીનામાથી રાજ્ય સરકાર દ્વારા પોલીસ ભરતીની શારીરિક પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પહેલાં 25મી નવેમ્બરના દિવસે પોલીસ ભરતી માટેની શારીરિક પરીક્ષા યોજાવાની હતી. જોકે, હવે આ પરીક્ષા નવેમ્બરના બદલે ડિસેમ્બરમાં યોજવામાં આવશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આગામી તારીખ 10મીથી 15મી ડિસેમ્બરની વચ્ચે કોન્સ્ટેબલ, PSI અને PI ભરતી માટેની શારીરિક પરીક્ષા લેવામાં આવી શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application