Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નિઝરમાં આઈજીના ઓપરેશન ગૃપે ટેમ્પો માંથી દારૂની 6264 બોટલો સાથે એક આરોપીને ઝડપી પાડ્યો, કુલ રૂપિયા 37.19 લાખનો મુદ્દામાલ જપ્ત

  • November 18, 2020 

ગોવાથી બોરોડા ખાતે ટેમ્પામાં લઈ જવાતો વિદેશી દારુના જથ્થા સાથે એક આરોપીને નિઝરનાં વાંકા ચાર રસ્તા પાસેથી ઝડપી પાડી દારુ ભરાવનાર અને મંગાવનાર બે જણાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

 

 

નિઝર તાલુકાનાં વાંકા ચાર રસ્તા પાસેથી રાત્રે સુરત રેંજ આઈજીની ટીમ ઓપરેશન ગૃપમાં માણસોએ આઈસર ટેમ્પો નંબર જીજે/06/એઝેડ/7831 ને ઝડપી પાડી તપાસ હાથ ધરતા ટેમ્પામાંથી ભારતીય બનાવટનો વિદેશી દારુ વિસ્કી તથા ટીન બિયર 431 પુઠાના બોક્ષમાં કુલ બોટલો નંગ-6264 જેની કિંમત રૂપિયા 27,14,400/- નો ઈંગ્લીશ દારૂ ભરેલ ટેમ્પો ગોલ્ડન બ્રીજ બરોડા ખાતે લઈ જતો હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું.

 

 

આ બનાવમાં પોલીસે આઈસર ટેમ્પો જેની આશરે કિંમત રૂપિયા 10 લાખ  તથા આરોપી પાસેથી મળી આવેલ મોબાઈલ ફોન નંગ-2 જેની કિંમત રૂપિયા 55,00/- મળી કુલ રૂપિયા 37,19,400/- ના મુદ્દામાલ સાથે ટેમ્પો ચાલક અલતાફભાઇ અબ્દુલભાઇ કાલખેરી રહે, લોક્કોપન હક્કાલ,વિધ્યાનગર જે.આર.ડી ક્રોસ્સ હુબલી કર્નાટક નાને ઝડપી લીધો હતો. તેમજ દારૂનો જથ્થો ભરાવનાર ગોવા દાદાપીરનો ઇસમ અને દારૂનો જથ્થો મંગાવનાર બરોડાનો અશોક મારવાડી નામના શખ્સ ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application