આપ સૌનું પસંદીદા અખબાર તાપીમિત્ર સાપ્તાહિક આપના છ વર્ષના સાથ છ વર્ષના વિશ્વાસથી આપનું પસંદગીનું અખબાર આજે સાતમા વર્ષમાં મંગળ પ્રવેશ કરી રહ્યું છે. આ ઉપલબ્ધિ મારા એકલાની નથી આપણા સહુની છે.
તાપીમિત્ર અખબાર શરૂ કર્યું ત્યારે સ્વપ્નેય ખ્યાલ ન હતો કે આપ સૌનો આવો અપાર સ્નેહ પ્રાપ્ત થશે. આપ સૌના અપાર પ્રેમને કારણે મારામાં હિંમત આવે છે. તાપીમિત્ર અખબાર હંમેશા ગરીબ, વંચિત, શોષિત અને પીડીતો માટે અવાજ ઉઠાવતું રહ્યું છે અને ઉઠાવતું રહેશે એની હું ખાતરી આપું છું. છ વર્ષની આ સફળ સફર તરફ પીઠ ફેરવીને જોઉં છું ત્યારે એવું લાગે છે કે, જો આપના સુજ્ઞ વાચકો ન મળ્યા હોત, મારા અખબારને ટકાવી રાખવા સંજીવની પુરી પાડતા વિજ્ઞાપનદાતાઓ ન મળ્યો હોત તો મારી આ સફરનો કયારનોય અંત આવી ગયો હોત પરંતુ આપ સૌએ મને આ હરિફાઇના યુગમાં ટકાવી રાખ્યો જાળવી રાખ્યો એ માટે હું હ્રદયના ઉંડાણથી આપ સૌનો આભાર માનું છું.
બીજી વાત એ પણ જણાવતા આનંદ થાય છે કે, તાપીમિત્ર અખબારની વેબસાઇટ www.tapimitra.com ને પણ આપ સૌએ અખબાર જેટલો જ સારો પ્રતિસાદ આપ્યો છે. આપ સૌના આશિર્વાદથી આપણી વેબસાઇટને ૬૩ લાખથી વધુ વ્યવઅર્સ મળ્યા છે તેમજ ૧૦ હજારથી વધુ લોકોએ ગુગલ પ્લે સ્ટોરમાંથી tapi mitra એપ્લિકેશન ડાઉનલોડ કરી છે જે આપનો અમારો પ્રત્યેનો વિશ્વાસ દર્શાવે છે.
આપ સૌ વાચકો, વિજ્ઞાપન દાતાઓ તેમજ મારો સ્ટાફ અને મારા રિપોર્ટસ મારૂં ચાલકબળ છે. આપના વગર હું પાંગળો છું.પરંતુ મને વિશ્વાસ છે કે, આપ સૌ મને આવનારા વર્ષમાં પણ નિરાશ નહીં જ કરો. જે રીતે છ વર્ષમાં આપનો સાથ અને વિશ્વાસ મને સાંપડયો છે એ રીતે આવનારા દિવસોમાં આપનો સાથ અને વિશ્વાસ જળવાઇ રહે એ માટે લડતો રહીશ એ મારૂં વચન છે.ફરી એકવાર આજે સાતમા વર્ષમાં મંગળ પ્રવેશ નિમિત્તે આપ સૌ સુજ્ઞ વાચકો,વિજ્ઞાપનદાતાઓ,મારો સ્ટાફ, મારા રિપોર્ટસ અને નામી અનામી જેણે પણ મારા અખબારને વટવૃક્ષ બનાવવામાં મદદ કરી છે એ સૌનો તાપીમિત્ર પરિવારવતી ખૂબ ખૂબ આભારની લાગણી વ્યકત કરૂં છું.
સૌનો તાપીમિત્ર પરિવારવતી ખૂબ ખૂબ આભારની લાગણી વ્યકત કરૂં છું.(તંત્રી મહેશભાઈ પ્રજાપતિ )
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500