Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લામાં ખેડૂતો માટે આઇ ખેડૂત પોર્ટલ ખુલ્લુ મુકાયું

  • March 09, 2021 

સરકારશ્રી વર્ષ ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાના સંકલ્પ સાથે આગળ વધી રહી છે. વર્તમાન સમયે રાજ્યના ખેડૂત ખાતેદારો ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓમાં જુદા જુદા ઘટકો હેઠળ સહાય મેળવવા માટે ઓનલાઇન અરજીઓ કરી શકે એ હેતુથી રાજ્ય સરકારે વર્ષ ૨૦૨૧-૨૨ માટે ૦૬ માર્ચથી ૩૧મી એપ્રિલ એમ કુલ ૫૫ દિવસ માટે આઇ-ખેડૂત પોર્ટલ (i-khedut portal) ખુલ્લુ મૂકવાનું નક્કી કર્યુ છે. આ પોર્ટલના માધ્યમ થકી ખેડૂતો ઓનલાઇન અરજી કરી પોતાને જરૂરીયાતના સાધનો જેવા કે સિંચાઇના સાધનો, ટ્રેકટર સંચાલિત કૃષિ યાંત્રિકરણના સાધનો ઉપર વિવિધ યોજના હેઠળ સહાય સીધી પોતાના બેંક ખાતામાં મેળવી શકે છે.

 

 

 

આ માટેની ઓનલાઇન અરજીઓ દરેક ગ્રામ પંચાયત કક્ષાની સાથે સાથે ઇંટરનેટની સુવિધા ધરાવતી અન્ય જગ્યાએથી પણ કરી શકાય છે અને ખેડૂતે અરજી કરતી વખતે ૭/૧૨ અને ૮-અ, આધારકાર્ડ, મોબાઇલ નંબર તેમજ બેંક પાસબુકની વિગત વગેરે સાથે રાખવું જરૂરી છે. ખેડૂતોએ આઇ-ખેડૂત પોર્ટલ (i-khedut portal) પર ઓનલાઇન અરજી કર્યા બાદ અરજીની પ્રિંટઆઉટ મેળવી, સહી/અંગૂઠો કરી જરૂરી સાધનિક કાગળો સહ ગ્રામ્ય કક્ષાએ ગ્રામસેવક અથવા તાલુકા કક્ષાએ તાલુકા પંચાયત ખાતે વિસ્તરણ અધિકારી (ખેતી) ને પહોંચાડવાની રહેશે. જેથી જિલ્લાના ખેડૂતમિત્રોને વિવિધ સહાય યોજનાઓ હેઠળ બહોળો લાભ લેવા માટે સમયમર્યાદામાં અરજી કરી સબંધિત કચેરીને પહોંચતી કરવા માટે જિલ્લા ખેતીવાડી અધિકારી તાપી શ્રી એસ. બી. ગામીતે જણાવ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application