Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પતિ-પત્ની વચ્ચે થઇ માથાકૂટ, પત્નીને અડધે રસ્તે મૂકી પતિ જતો રહ્યો,પત્ની રસ્તો ભૂલી જતા 181 મહિલા હેલ્પલાઈનની ટીમે કરી મદદ

  • March 14, 2021 

પતિ-પત્ની વચ્ચે થયેલ માથાકૂટમાં પત્નીને અડધે રસ્તે મૂકી પતિ જતો રહેતા પત્ની રસ્તો ભુલાઈ ગઈ હતી. જોકે આ કેસ 181 મહિલા હેલ્પલાઈનની ટીમ પાસે આવતા મહિલાને સહીસલામત તેના પરિવારજનો સુધી પહોંચાડમાં આવી હતી.

 

 

 

 

 

181 મહિલાહેલ્પલાઈનની ટીમ પાસેથી મળતી માહિતી અનુસાર થર્ડપાર્ટી દ્વારા 181 પર કોલ આવેલ કે એક મહિલા ભુલા પડેલ હોય જેથી મદદ માટે 181ની મોબાઈલવાન સ્થળ પર પોહોંચી કાઉન્સેલિંગ હાથ ધર્યું હતું. દરમ્યાન મહિલાની પૂછ તાછ કરતા જાણવા મળ્યું હતું કે, મહીલા બેન (હાલ તાલુકો,મહુવા,આમચક ગામ) ના રહેવાસી હોય વધુમાં મહિલાએ જણાવ્યું હતું કે, મારે બીજા છોકરા જોડે અફેર હતું અને એ ભાઈ જોડે વાતચિત્ત કરતા મારાં પતિ એ પકડી પાડેલ જેથી મારાં પતિ જોડે અડધે રસ્તે લડાઈ ઝગડો થતા અડધે રસ્તે મૂકી ને જતા રહ્યા હતો.

 

 

 

 

 

 

જેથી રસ્તા પર ભૂલા પડતા નવસારી લોકેશન 181ની વાન સ્થળ પર મહિલાની મદદ માટે પોહચી હતી અને ત્યાર બાદ બારડોલી લોકશન 181 મહિલાહેલ્પલાઈનની વાન દવારા મહિલાના પરિવારજનોને સોપવામાં આવી હતી. આમ રસ્તો ભૂલી પડેલી મહિલાની માત્ર 181 મહિલા હેલ્પલાઈનની ટીમે મદદ કરતા મહિલાના પરિવારજનોએ આભાર વ્યક્ત કર્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application