સુરતની વરાછા પોલીસે બાતમીના આધારે પતિ પત્નીને દારૂની હેરાફેરી કરતા મોટી માત્રામાં દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા જેમાં બંનેની ધરપકડ કરી તેમની પાસેથી દારૂનો જથ્થો,એક મોપેડ અને રોકડા રૂપિયા સહિત 1.96 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો સાથે દારૂનો જથ્થો મોકલનાર એક મહિલા અને અન્ય ઇસમને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.
આમ તો ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી છે પરંતુ રોજેરોજ દારૂના કેસો પોલીસ દ્વારા કરવામાં આવે છે ત્યારે આ દારૂ ક્યાંથી અને કેવી રીતે લોકો કોના પરવાનાથી લાવે તે પણ એક પ્રશ્ન છે જોકે આવી જ રીતે દારૂનો ધંધો કરતા પતિ પત્નીને પકડી પાડ્યા હતા સુરતના વરાછા વિસ્તારમાં આવેલ સોના એપાર્ટમેન્ટમાં રહેતા બળવંતલાલ ગ્લાસવાલા મોપેડ પર જઈને દારૂની હેરાફેરી કરતો હતો છેલ્લા ઘણા સમયથી આ રીતે દારૂ લાવીને લોકોને પીરસ્તો હતો.
જોકે વરાછા પોલીસના સર્વેલન્સમાં ફરજ બજાવતા મહેશભાઈ,રાજેશભાઇ અને ધર્મેન્દ્ર સિંહને મળેલ બાતમીના આધારે બળવંતલાલ ને એક્ટિવા સાથે પકડી પાડ્યો હતો જેમાં તેમની પુછતાછ કરતા તેમની પત્ની પણ સામેલ હોય પોલીસે ઘરે સર્ચ કર્યું હતું જ્યાંથી મોટી માત્રામાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેને લઈને પોલીસે કાર્યવાહી કરી હતી જેમાં બંને પતિ પત્ની બળવંતલાલ અને નિર્મલા બળવંતની ધરપકડ કરી હતી.
અને તેમની પાસેથી વિવિધ બનાવટની નાની મોટી બોટલ 908 નંગ,બિયરના ટીન 69 દારૂના પાઉચ 75 સાથે એક મોપેડ અને રોકડા રૂપિયા 30 હજાર મળી કુલ 1.96 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો જોકે આ બાબતે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે દારૂનો જથ્થો અન્ય પાસેથી મંગાવતા હતા જેમાં યાદવ નામનો ઇસમ અને મીના નામની મહિલાને વોન્ટેડ જાહેર કરવામાં આવી હતી વધુમાં પોલીસે કેટલા સમયથી દારૂનો વ્યવસાય કરતા હતા તે અંગે પણ વધુ તપાસ હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500