Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરતના અમરોલી વિસ્તારમાંથી માનવ તસ્કરી અને સેકસ રેકેટનો પર્દાફાશ

  • March 20, 2024 

સુરતના અમરોલી વિસ્તારમાંથી માનવ તસ્કરી અને સેકસ રેકેટનો પર્દાફાશ થયો છે. ધાગા કટિંગનું કામ કરતી સગીરાને બ્યુટી પાર્લરમાં નોકરી અપાવવાનું કહી અપહરણ કરવામાં આવ્યું હતું. જે બાદ રાજસ્થાન ખાતે લઈ જઈ દેહ- વેપારના ધંધામાં ધકેલી દેવામાં આવી હતી એટલું જ નહીં પરંતુ નાગોર જિલ્લાના એક હોટેલમાં લઈ ગયા બાદ ટૂંકા વસ્ત્રો પહેરાવી અશ્લીલ ડાન્સ પણ કરાવવામાં આવ્યો હતો. જેમાં 15 જેટલા લોકોએ પોતાની હવસ સંતોષી હતી. સગીરાના અપહરણ અને તેણીને બે વેપારના ધંધામાં ધકેલવામાં આવી હોવાની હકીકત પરિવારજનોએ અમરોલી પોલીસને કરતા હોટેલ માલિક સહિત છ આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ અમરોલી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.


સુરતમાં માનવ તસ્કરી અને સેક્સ રેકેટનો સુરતની અમરોલી પોલીસે પર્દાફાશ કરી મહિલા સહિત છ આરોપીઓની ધરપકડ કરી હતી.અમરોલી પોલીસના જણાવ્યાનુસાર,અમરોલી પોલીસ મથકની હદમાં રહેતા પરિવારની સગીર વયની કિશોરી ધાગા કટિંગ કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ બને છે. છ માસ અગાઉ સગીરા પોતાના માતા-પિતા જોડે ટ્રેન મારફતે વડોદરાથી સુરત આવી રહી હતી. જે દરમ્યાન રેલવેમાં સગીરાનો સંપર્ક મુસ્લિમ મહિલા જોડે થયો હતો. મહિલાએ પોતાની ઓળખ હિંદુ તરીકે આપી સગીરાને બ્યુટી પાર્લરમાં નોકરી અપાવવાની લોભામણી લાલચ આપી હતી. જ્યાં બંને વચ્ચે મોબાઈલ નંબરોની આપ-લે પણ થઈ હતી. છ માસ બાદ મોનિરા ખાતુન અને મોહિલા મુલ્લાએ 8મી માર્ચના રોજ સગીરાને બ્યુટી પાર્લરમાં નોકરી અપાવવાના નામે અપહરણ કરી રાજસ્થાન લઈ ગયા હતા. જ્યાં તેણીને દેહ-વેપારના ધંધામાં ધકેલી દેવામાં આવી હતી.


દરમ્યાન પોતાની ગુમ બાળકીને દેહ-વેપારના ધંધામાં ધકેલી દેવામાં આવી હોવાની માહિતી મળતા પરિવારે અમરોલી પોલીસ નો સંપર્ક કર્યો હતો. જે બાદ પોલીસે તાત્કાલિક ધોરણે આ મામલે ગુનો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. દરમિયાન અમરોલી પોલીસની ટીમ દ્વારા હૈદરાબાદ ખાતેથી એક મહિલા સહિત હોટેલ માલિક મળી કુલ 6 આરોપીઓની ધરપકડ કરી હતી. જે ગુનામાં ફરાર અન્ય આરોપીઓની શોધખોળ આદરી હતી. અમરોલી પોલીસે મોનીરા ખાતુન ઉર્ફે જ્યોતિ શાકીલ હલદર, માસ્ટર માઈન્ડ સૈદુલ મોલ્લા મુનાબબાર મોલ્લા સાલોમ, તેની પત્ની મોહિમા મોલ્લા ઉર્ફે રિયા સહિત રાહુલ ટેલર, સમીર કુરેશી અને આરીફ ખાન ની ધરપકડ કરવામાં આવી છે. જે તમામ આરોપીઓને સુરત કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવામાં આવ્યા છે.


અમરોલી પોલીસ દ્વારા આરોપીઓને સુરત કોર્ટમાં રજૂ કરી 21 માર્ચ સુધીના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. જે રિમાન્ડ દરમિયાન પ્રાથમિક પૂછપરછ માં જાણવા મળ્યું છે કે આરોપીઓ દ્વારા સગીરા ને દેહ-વેપારમાં ધકેલી નાગોર જિલ્લામાં આવેલી દેગાણાની એક હોટલમાં મેનેજર ની સાત ગાંઠમાં ગ્રાહકોને મોકલાવી દેહ-વિક્રિયનો ધંધો કરાવવામાં આવ્યો હતો. જેમાં 15 જેટલા લોકો દ્વારા સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.  ચોકાવનારી બાબતો એ બનીને સામે આવી છે કે સગીરાને ટૂંકા વસ્ત્રો પહેરાવવામાં આવ્યા હતા. જેમાં અશ્લીલ ડાન્સ કરાવી મોબાઇલમાં વિડીયો પણ ઉતારવામાં આવ્યા હતા. જે હકીકતના આધારે પોલીસે મોબાઈલ અને સીસીટીવી ફૂટેજ પણ મેળવ્યા છે. આરોપીઓ દ્વારા સગીરાને મહિને 30 હજાર રૂપિયા જેટલી કમાણી ની લાલચ આપી બ્યુટી પાર્લરમાં કામ આપવાના બહાને અપહરણ કરાયું હોવાનું બહાર આવ્યું હતું. જે બાદ તેણીને આ દેહ વેપારના ધંધામાં ધકેલી દેવામાં આવી હતી. જેથી હોટલના માલિક મેનેજર સહિતના શખ્સો વિરુદ્ધ પણ પોલીસે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application