સુરતમાં એડવોકેટ મેહુલ બોઘરાનો વીડિયો વાયરલ થયો છે. જેમાં મેહુલ બોઘરા અને પોલીસ કર્મચારી વચ્ચે બોલાચાલી થઇ છે. તેમાં પોલીસકર્મીની નંબર પ્લેટ વગરની કાર સામે વાંધો ઉઠાવ્યો હતો. જેમાં પોલીસકર્મીની બ્લેક કાચ, નંબર પ્લેટ વગરની કાર સામે બોલતા વિવાદ વકર્યો હતો.
ઘટના બનતા લોકોનું ટોળુ એકઠુ થયુ હતુ. જેમાં મેહુલ બોઘરાએ જણાવ્યું છે કે ટ્રાફિક હેલ્પલાઇન પર કોલ કરવા છતાં કાર્યવાહી કરવામાં આવી નથી. ત્યારે સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેમાં સુરતમાં ફરી એક વાર એડવોકેટ મેહુલ બોઘરાએ પોલીસ કર્મચારીની બ્લેક કાચ અને અને વિના નંબર પ્લેટવાળી કાર સામે વાંધો ઉઠાવ્યો હતો. મેહુલ બોઘરાએ પોલીસ કર્મચારીની બ્લેક કાચ અને વિના નંબર પ્લેટવાળી કારનો વીડિયો લાઈવ કર્યો છે.
સુરતના એક્ટિવિસ્ટ અને એડવોકેટ મેહુલ બોઘરા પર ફરી એકવાર હુમલો થયો છે. તેમાં મેહુલ બોધરા અને પોલીસ કર્મચારી વચ્ચે સામસામે બોલાચાલી થઇ હતી. મેહુલ બોઘરાને પોલીસ સ્ટેશન લઇ જવાયા હતા. જ્યાં તેમના પર પોલીસની હાજરીમાં હુમલાનો પ્રયાસ થયો હતો. આ આખો મામલો પુણા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500