Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મતદાર યાદી સુધારાણા કાર્યક્રમ અંતર્ગત હાઉસ ટુ હાઉસ વિઝિટ

  • July 13, 2022 

ભારતના ચુંટણી પંચ દ્વારા નિર્ધારિત કરવામાં આવેલ આગામી મતદારયાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત Pre Revision Activity SSR સંબંધે BLO (Booth Level Officer) દ્વારા આગામી તા. ૨૨/૦૭/૨૦૨૨ સુધી સંબંધિત બુથ વિસ્તારના મતદારોની House To House Visit લેવામાં આવશે અને આ કામગીરી અગાઉ તા.૦૮/૦૭/૨૨૨થી શરૂ થઇ ગયેલ છે.




તો આપ પણ આપના મતદાન મથકના BLO (Booth Level Officer) પાસેથી જાણકારી પ્રાપ્ત કરી. (૧) આપનું નામ મતદારયાદીમા ચકારાણી કરાવી, ફેરફાર જણાય તો સુધારો કરાવી શકો છો (૨) મતદારયાદીમા નામ નોંધવાનુ બાકી હોય તો નામ નોંધણી કરાવી શકો છો (3) મૃત્યુ અને સ્થળાંતરના કિસ્સામાં સંબંધિત વ્યક્તિનું નામ કમી કરાવી શકો છો.




તો ભારતના જવાબદાર અને જાગ્રુત નારિક તરીકે આ અમુલ્ય તકનો લાભ લઈ આપના વિસ્તારના B.L.O દ્વારા House To House Visit વખતે સાથ સહકાર પુરો પાડીએ અને મતદારયાદી સુધારણામાં યોગદાન આપીએ એમ મદદનીશ  મતદાર  નોંધણી અધિકારી ૧૭૧-વ્યારા (અ. જ. જા.) વિધાનસભા મતદાર વિભાગ  અને મામલતદાર વ્યારા તાપી જિલ્લા  તરફથી  જાહેરજનતા ને અપિલ કરવામાં આવી છે. (ફાઈલ ફોટો)



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application