દક્ષિણ મુંબઈના ગેસ્ટ હાઉસમાં ૬૨ વર્ષના વેપારીના અર્ધનગ્ન ફોટા અને વીડિયો ઉતાર્યા બાદ રૂ.૩૦ લાખની ખંડણી માગવા બદલ ગુજરાતની બે મહિલા સહિત ચાર જણની ધરપકડ કરાઇ હતી. આરોપીઓના મોબાઇલમાં અન્ય પુરુષના પણ વાંધાજનક ફોટા અને વીડિયો મળી આવતાં તેમણે આ પ્રમાણે અન્યોને પણ હનીટ્રેપમાં ફસાવ્યા હોવાની પોલીસને શંકા છે.ડી.બી. માર્ગ પોલીસે ધરપકડ કરેલા આરોપીઓમાં રાજેશભાઇ પટેલ ઉર્ફે ક્ધહૈયા હીરાલાલ નાથ (૩૫), ધર્મેશ જોશી (૩૬), કુસુમ ખલીફા (૩૭) અને જાનકી (૩૦)નો સમાવેશ છે. કુસુમનો તેના પતિ સાથે છૂટાછેડાનો કેસ ચાલી રહ્યો છે. આથી તે ભુજમાં તેની માતા સાથે રહે છે. ફરિયાદી વેપારીનું ઘર પણ તેની સામે જ છે. કુસુમે વેપારીનો સંપર્ક કરીને વેપારીના પુત્રની દેખભાળ તેમ જ ઘરનાં કામો કરશે, એવું કહ્યું હતું.
મલાડમાં રહેતો વેપારીની ત્યાં દુકાન પણ આવેલી છે. ગયા મહિને કુસુમ અને જાનકી વેપારીના ઘરે આવી હતી અને તેમણે સ્થળદર્શન કરાવવા વેપારીને કહ્યું હતું. ત્યાર બાદ કુસુમ સતત વેપારીના સંપર્કમાં રહેતી હતી. ગયા સપ્તાહે ચારેય આરોપી મુંબઈ આવ્યા હતા અને ગ્રાન્ટ રોડ વિસ્તારમાં ગેસ્ટ હાઉસમાં રૂમ બૂક કરાવી હતી. કુસુમે વેપારીને ત્યાં બોલાવી લીધો હતો. વેપારી ત્યાં આવ્યા બાદ જાનકી ખાવાનું લેવા જઇ રહ્યાનું કહીંને ત્યાંથી નીકળી ગઇ હતી. થોડા સમય બાદ દરવાજે ટકોરો પડતાં કુસુમે પોતાનાં કપડાં પહેરી લીધા બાદ દરવાજો ખોલ્યો હતો. એ સમયે જાનકી સાથે અન્ય આરોપીઓ પણ ત્યાં આવ્યા હતા.તેમણે વેપારીના અર્ધનગ્ન હાલતમાં ફોટા અને વીડિયો ઉતારી લીધા હતા અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને મામલાની પતાવટ કરવા રૂ. ૩૦ લાખની માગણી કરી હતી. વેપારીએ આટલી મોટી રકમ પોતાની પાસે ન હોવાનું કહેતાં ભુજનું તેનું ઘર કુસુમને નામે કરવાનું વેપારીને કહેવામાં આવ્યું હતું.
દરમિયાન ઘરનાં કાગળિયાં મલાડમાં હોવાનું કહીને વેપારી તેમને મલાડ લઇ ગયો હતો અને ત્યાં હાજર પોતાના મોટા ભાઇને ઇશારો કરતાં પોલીસને બોલાવાઇ હતી. આરોપીઓને ગંધ આવતાં તેઓ ભાગી છૂટ્યાં હતાં. મલાડ પોલીસે આ કેસ ડી.બી. માર્ગ પોલીસને સોંપ્યો હતો અને પોલીસ ટીમે મુંબઈ-થાણેમાં ૨૮ ગેસ્ટ હાઉસ અને હોટેલોમાં તપાસ કરીને મીરા રોડથી બે જણની ધરપકડ કરી હતી. બાદમાં અન્ય બે મહિલાને પણ પકડી પાડવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500