વ્યારા નગર સહીતના વિસ્તારમાં ઠેરઠેર હોલિકા દહનનો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહી હોલિકાની પ્રદક્ષિણા કરી આશિર્વાદ લીધા હતા.
દર વર્ષે ફાગણ સુદ પુનમના દિવસે આવતો લોકપ્રિય હિંદુ હોલિકોત્સવનો મહિમા વિશેષ રીતે ઉજવામાં આવે છે. હોળી પૂજન કરવાથી આખું વર્ષ વિના વિઘ્ને સુખરૂપ વ્યતીત થાય અને સુખ-શાંતિ પ્રાપ્ત થાય છે.એવી લોક માન્યતા છે.
કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખી વ્યારાના માલિવાડ સહિતના વિસ્તારમાં હોલીકાનું શુભ મુહૂર્તમાં દહન કરવામાં આવ્યું હતું અને કોરોના મહામારીને ધ્યાનમાં રાખી સોશિયલ ડીસ્ટન્ટ, માસ અને સરકારની આપેલ ગાઈડલાઈને ધ્યાનમાં રાખી દરેક શ્રધ્ધાળુઓએ ભાવપૂર્વક હોલિકાની પ્રદક્ષિણા કરીને આશીર્વાદ લીધા હતા.(એમ.એસ.સૂર્યવંશી દ્વારા વ્યારા)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500