તાપી જિલ્લામાં આગામી તા.૨૮/૨૯.૦૩.૨૦૨૧ દરમિયાન હોળી/ધુળેટીના તહેવારની ઉજવણી કરવામાં આવનાર છે. સામાન્યી રીતે હોળી-ધુળેટીના તહેવારોની ઉજવણી માટે લોકો સોસાયટી, શેરી, નાકા, જાહેર સ્થીળો, ખુલ્લાન મેદાનો તથા રસ્તા ઉપર મોટી સંખ્યા માં ભેગા થતા હોય છે. મોટી સંખ્યામાં લોકો એકત્રિત થવાથી કોરોનાનું સંક્રમણ વધવાની શકયતા છે.
આથી રાજયમાં હાલમાં પ્રવર્તમાન કોવિડ-૧૯ની પરિસ્થિતિ ધ્યાને લેતા હોળી-ધુળેટીના તહેવાર સંદર્ભે પરંપરાગત રીતે મર્યાદિત સંખ્યા સાથે હોળી પ્રગટાવી શકાશે તેમજ હોળીની પ્રદક્ષિણાની સાથે સાથે ધાર્મિક વિધિ પણ કરી શકાશે.
પરંતુ હોળી દહનના કાર્યક્રમ દરમિયાન ભીડ એકત્રિત ન થાય તથા કોરોના સંબંધમાં પ્રવર્તમાન ગાઇડલાઇનનું ચુસ્તુપણે પાલન થાય તે અંગે આયોજકોએ ખાસ તકેદારી રાખવાની રહેશે. વધુમાં ધુળેટીના દિવસે જાહેરમાં ઉજવણી અને સામુહિક કાર્યક્રમોને મંજૂરી આપી શકાશે નહિં તેમ અધિક સચિવશ્રી, ગૃહ વિભાગ, ગાંધીનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.(ફાઈલ ફોટો)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500