વડાપ્રધાન મોદીના માતા હીરાબાનું પંચમહાભૂતમાં વિલીન થયા છે. શાસ્ત્રોક્ત વિધી પ્રમાણે અંતિમક્રીયા કરાઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વહેલી સવારથી આવી પહોંચ્યા હતા.
હવે હીરાબામાં યાદોમાં છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું 100 વર્ષની વયે નિધન થયું છે. નરેન્દ્ર મોદી આજે સવારે રાયસણ પીએમ મોદીના ભાઈ પંકજભાઈના ઘરે પહોંચ્યા છે. અહીં તેમણે તેમના અંતિમ દર્શન કર્યા અને પછી તેમણે અંતિમ સંસ્કાર માટે લઈ ગયા હતા. સેક્ટર 30 સ્મશાનભૂમિ ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. અંતિમ સંસ્કાર વખતે પીએમ મોદી અને તેમનો પરિવાર ભાવુક બની ગયો હતો. હીરાબાએ 100 વર્ષની જીવન યાત્રા પૂર્ણ કરી હતી. પીએમના નિર્ધારીત કાર્યક્રમો 11.30 કલાકથી શરુ થશે. શાસ્ત્રોક્ત વિધી પ્રમાણે અંતિમક્રીયા પૂર્ણ થયા બાદ પીએમ મોદી સ્માશન ગૃહથી નિકળ્યા હતા. પીએમ મોદી રાજભવન જવા માટે રવાના થયા છે.
હીરાબાનું વહેલી સવારે 3.30 કલાકે નિધન થઈ ગયું હતું. પીએમ મોદીના માતા હીરાબા સદાકાળ લોકોના દિલોમાં યાદ રહેશે. કેમ કે, તેમણે 100 વર્ષ સુધી તેમનું જીવન વિતાવ્યું હતું. પીએમ મોદી માટે તેઓ હંમેશા પ્રેરણારુપ રહ્યા હતા. પીએમ મોદી હંમેશા તેમના આશીર્વચન લેવા માટે આવતા હતા. અંતિમ દર્શન પણ તેમણે બે દિવસ પહેલા કર્યા હતા.
પશ્ચિમ બંગાળના કાર્યક્રમમાં પીએમ મોદી વર્ચ્યુઅલ ઉપસ્થિત રહેશે.
આ દુ:ખદ ઘટનાની જાણકારી ખુદ વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને વહેલી સવારે આપી હતી
વહેલી સવારે પીએમ મોદીએ ટ્વિટ કરીને હીરાબાના નિધનની જાણકારી આપી હતી. તેમણે લખ્યું કે, એક ભવ્ય સદી ભગવાનના ચરણોમાં સમર્પિત છે. માતામાં મેં હંમેશા તે ત્રિ મૂર્તી અનુભવી છે. જેમાં એક તપસ્વીની યાત્રા, નિઃસ્વાર્થ કર્મયોગીનું પ્રતિક અને મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધ જીવનનો સમાવેશ થાય છે. તેમ પીએમ મોદીએ તેમના ટ્વીટમાં જણાવ્યું હતું. અગાઉ યુએન મહેતામાં અંતિમવાર પીએમ મોદી માતાને મળ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500