ભારત સરકાર દ્રારા શહેરોને કચરા મુકત (GFC) બનાવવાનાં આશયથી શહેરોમાં તમામ સરકારી કાર્યક્રમ, લગ્ન, મેળાવડા, સામાજીક અને ધાર્મિક પ્રસંગોમાં પ્લાસ્ટિક ઉપયોગ ના થાય તેમજ અન્ય જરૂરી વપરાશની તમામ વસ્તુ પુનઃવપરાશમાં લઈ શકાય અને પર્યાવરણને નુકશાન ન પહોંચે એ હેતુથી કેન્દ્ર સરકારની શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ દ્વારા સ્વચ્છ ભારત મિશન અર્બન-૨.૦ અંતર્ગત “ZERO WASTE” અભિયાન અમલમાં મૂકવામાં આવેલ છે.
જેના ભાગરૂપે નવસારી જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રેના અધ્ય્ક્ષસ્થાને નવસારી જિલ્લાના વહીવટી તંત્ર તથા નગરપાલિકાઓના અધિકારીઓને માર્ગદર્શિત કરવા એક દિવસીય “ZERO WASTE” તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. આ અવસરે જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પલતા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ભારત સરકારના સ્વચ્છ ભારત મિશન (અર્બેન)ના “ZERO WASTE” અભિયાન હેઠળ નગરપાલિકા વિસ્તારમાં વોટર, સેનિટેશન અને હાઈજેનિક ક્ષેત્રમાં કરવામાં આવેલી કામગીરીનું પ્રેઝન્ટેશન પ્રતિનિધિઓ દ્વારા પ્રસ્તુત કરાયું હતું.
તથા ભવિષ્યમાં ઉપરોકત ક્ષેત્રોમાં થનાર કામગીરીના આયોજનની ચર્ચા વિચારણા કરવામાં આવી, જેથી નગરપાલિકા વિસ્તારમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, સામૂહિક શૌચાલય, તથા ઓ.ડી.એફ. સસ્ટેનેબિલીટી માટે લોકોની માનસિક વર્તણૂંકમાં બદલાવ જેવા વિષયો ઉપર અસરકારક કામગીરી થઈ શકે. જિલ્લા કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રે દ્વારા તાલીમ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર તમામ જિલ્લાના અધિકારીશ્રીઓને આવકારી સૌ પરસ્પર સહકાર થકી સ્વચ્છ ભારત મિશન યોજનાના મુખ્ય ઘટક વોટર, સેનિટેશન તથા હાઈજેનિક ક્ષેત્રમાં નવસારી જિલ્લો શ્રેષ્ઠ કામગીરી કરશે એવી આશા વ્યક્ત કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500