પોલીસ વિભાગમાં ખાલી જગ્યાના મામલે રાજ્ય સરકાર પાસેથી ગુજરાત હાઈકોર્ટ દ્વારા જવાબ રજૂ કરવા માટે આદેશ કરવામાં આવ્યો હતો. રાજ્ય સરકારે અગાઉ 28,000 જેટલી જગ્યા ખાલીની કબુલાત કરી હતી. ખાસ કરીને આ મામલે કેટલી જગ્યા ખાલી છે તે અંગે અગાઉ હાઈકોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો હતો. એ બાદ પણ જવાબ રજૂ કરવામાં નથી આવ્યો.
સુપ્રીમકોર્ટના આદેશ અનુસાર કરવામાં આવેલી સુઓમોટોની સુનાવણી આજે ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવી હતી. પોલીસની ભરતી બાબતે હાઈકોર્ટે સરકાર સામે જવાબ માંગ્યો છે. આદેશ બાદ જવાબ રજૂ કરવા ગુજરાત હાઈકોર્ટે આદેશ કર્યો હતો. અગાઉ નિર્દેશ કરાયા છતાં પણ જવાબ ના રજૂ થતા આ મામલે નારાજગી પણ વ્યક્ત કરી હતી.ગુજરાત રાજ્યના વિવિધ વિભાગોમાં વિવિધ કેડરની જગ્યાઓ ખાલી છે. ત્યારે સરકારના પોલીસ વિભાગનો મામલો ગુજરાત હાઈકોર્ટ સમક્ષ પહોંચ્યો છે.
અગાઉ પોલીસ વિભાગમાં લાંબા સમયથી ખાલી પડેલી જગ્યા અંગે કોઈ કાર્યવાહી ન કરવા અંગે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી ત્યારે અગાઉની મુદ્દતના આધારે આજે 10 એપ્રિલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ગુજરાત હાઈકોર્ટે સરકારને ખાલી જગ્યા અંગે ફરી જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500