કર્ગિસ્તાનમાં ફસાયેલા ગુજરાતના વિદ્યાર્થીઓ માટે હેલ્પલાઇન નંબર શરૂ કરાયા જેના અનુસંધાને તાપી જિલ્લાના કોઇ વિદ્યાર્થીઓ કર્ગિસ્તાનમાં ફસાયેલ હોય તો તાપી જિલ્લાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલ રૂમ નંબર ૦૨૬૨૬-૨૨૩૩૩૨ ઉપર જાણ કરવી તેમજ ગુજરાતી વિદ્યાર્થીઓ એન.આર.જી.હેલ્પ લાઇન ૯૯૭૮૪૩૦૦૭૫ વ્હોટસએપ નંબર અને [email protected] ઉપર જાણ જિલ્લા વહિવટિ તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે.
તાપી જિલ્લાના કોઇ વિદ્યાર્થીઓ કર્ગિસ્તાનમાં ફસાયેલ હોય તો જિલ્લાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલ રૂમ નંબર ૦૨૬૨૬-૨૨૩૩૩૨ ઉપર જાણ કરવા જિલ્લા વહિવટી તંત્રનો અનુરોધ
નોધનિય છે કે, કર્ગિસ્તાનમાં ભારતીય વિદ્યાર્થીઓ પર હુમલાઓ થવાની વધી રહેલી ઘટનાને પગલે ગુજરાતના વિદ્યાર્થીઓના માતા-પિતાએ તેમના સંતાનોની સુરક્ષા-સલામતી માટે ગુજરાત સરકારને રજૂઆત કરવામાં આવેલ છે. જે બાબતને ધ્યાને લઇ ગુજરાત રાજયના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના ૧૦૦ જેટલા યુવા વિદ્યાર્થીઓની કર્ગિસ્તાન રાષ્ટ્રમાં સલામતી અને સુરક્ષા માટે વિદેશ મંત્રાલય સાથે પરામર્શ અંગે મુખ્ય સચિવ શ્રી રાજકુમારને સુચનાઓ આપી છે.
મળેલ માહિતીના આધારે કર્ગિસ્તાનમાં સ્થિત ભારતીય રાજદૂતાવાસ ત્યાંની યુનિવર્સિટીઝ અને વરિષ્ઠ સરકારી અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે અને ભારતીય વિદ્યાર્થીઓની સલામતી માટે યોગ્ય વ્યવસ્થાઓ કરવા તેમને જણાવાયું છે. એટલું જ નહીં, કર્ગિસ્તાનમાં રહેલા ભારતીય વિદ્યાર્થીઓ રાજદૂતાવાસનાં સંપર્કમાં રહીને તેમની વિગતો આપી શકે તે માટે બે હેલ્પલાઈન નંબર ૦૫૫૭૧૦૦૪૧ અને ૦૫૫૦૦૫૫૩૮ પણ ૨૪x7 કાર્યરત કરવામાં આવી છે. આ વિદ્યાર્થીઓના પરિવારોને વિનંતી કરવામાં આવી છે કે, કેટલાક તત્વો દ્વારા હુમલાઓ અંગે ફેલાવવામાં આવતી અફવાઓ પર ધ્યાન ન આપે. રાજ્ય સરકારે ગુજરાતના વિદ્યાર્થીઓની સંપૂર્ણ સલામતી અને સુરક્ષા માટે ધ્યાન કેન્દ્રિત કરેલું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500