Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત જિલ્લાનાં ઓલપાડ, કામરેજ, પલસાણા અને બારડોલી તાલુકામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ : કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતા વધી

  • March 14, 2023 

સુરત જિલ્લામાં મોડી સાંજે કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો કમોસમી વરસાદ થતાં ખેડૂતો ચિંતાતુર બન્યા હતા. જયારે જિલ્લાનાં ઓલપાડ, કામરેજ, પલસાણા તેમજ બારડોલી તાલુકાનાં કેટલાક વિસ્તારોમાં મોડી સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભારે પવન અને ગાજવીજ સાથે વરસવાનું શરૂ થયું હતું. કમોસમી વરસાદને કારણે કેરી પકવતા ખેડૂતોની ચિંતા વધી ગઈ હતી અને સાથે જ વરસાદથી શાકભાજીનાં પાકને પણ નુકસાન થવાની સંભાવના સેવાઇ રહી છે. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ હતી.







રાજ્યનાં હવામાન વિભાગે છેલ્લા ત્રણ દિવસ ઠેર-ઠેર માવઠાની આગાહી કરી હતી. જોકે છેલ્લા બે દિવસથી વાદળ છાયા વાતાવરણ બાદ ગતરોજ મોડુ સાંજે 6 વાગ્યાનાં અરસામાં પલસાણા પંથકનાં ધોધમાર વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા હતા તો બીજી તરફ ચલથાણ બજાર થોડા સમય માટે જાણે થંભી ગયુ હતુ જયારે અડધા કલાકથી વધુ ધોધમાર વરસાદ ખાબકતા પાણીના ખાબોચિયા ભરાયા હતા. તો બીજી તરફ ચલથાણ સુગર ફેકટરીનું પિલાણ પૂર્ણ થવાના આરે છે ત્યારે વરસાદ ખાબકતા ખેડૂતો ચિંતામાં મુકાયા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application