હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેને પગલે વાતાવરણમાં ફેરફાર આવે અને તેને કારણે ભારેથી અતિ ભારે વરસાદ વરસે તો નીચાણવાળા વિસ્તારો સહિત જિલ્લાનાં 52 કિલો મીટરના દરિયા કિનારાનાં વિસ્તારોમાં ખાના-ખરાબી ન સર્જાય તે માટે રાજ્ય સરકારનાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ દ્વારા સાવચેતીના ભાગરૂપે એક ટુકડી નવસારી જિલ્લામાં સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.
વડોદરા બટાલિયનની 21 જણાની ટીમ નવસારી ખાતે આવી પહોંચી છે. જે હાલમાં જલાલપુર વિસ્તારમાં રોકાય છે અને આગામી સમયમાં ડેરી ટુકડી વિવિધ વિસ્તારોની રેકી કરીને જો પાણી ભરાય તો કઈ રીતે લોકોને રજૂ કરશે તેની પણ કામગીરી હાથ ધરશે.
ચોમાસા દરમિયાન કોઈપણ આપાતકાલીન સ્થિતિને પહોંચી વળવા માટે તમામ સાધન સજ્જ NDRDની ટીમ રેડી ટુ રેસ્કયુ મોડ પર સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. દર વર્ષે રાજ્ય સરકાર NDRFની એક ટુકડી નવસારી સ્ટેન્ડ બાય રાખે છે. મોટેભાગે ચોમાસાની ઋતુમાં વાવાઝોડું પણ દસ્તક આપે છે ત્યારે કોઈપણ વિકટ સ્થિતિને પહોંચી વળવા માટે NDRFની જિલ્લામાં ડીસાસ્ટર મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500