Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાજ્યમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને દરિયાકાંઠાનાં વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના : છેલ્લા 24 કલાકમાં 109 તાલુકામાં વરસાદ નોંધાયો

  • July 16, 2023 

રાજ્યમાં આગામી બે દિવસ બાદ ફરી એકવાર વરસાદ થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતનાં કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 109 તાલુકામાં વરસાદ નોંધાયો છે ત્યારે હવે આગામી પાંચ દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર, બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતા રાજ્યમાં 18 જુલાઈ બાદ વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને દરિયાકાંઠાનાં વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના રહેલી છે. આ સાથે આગામી તા.17 અને 18 જુલાઈએ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.



આ સિવાય રાજ્યભરમાં આગામી દિવસોમાં સાર્વત્રિક વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં વરસાદ પડવાની સંભાવના છે. રાજ્યમાં આજે સવારથી જ કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે ત્યારે દાહોદમાં અનેક જગ્યાએ ભારે વરસાદ ખાબક્યો છે. રાજ્યમાં હવામાન વિભાગે આજે  અમદાવાદ, પંચમહાલ, દાહોદ, જૂનાગઢ, અમરેલી, વલસાડ, તાપી, ડાંગ, સુરત, નવસારી, નર્મદા, ભરૂચ,  ભાવનગર અને ગીર સોમનાથ, વડોદરા, છોટાઉદેપુરમાં વરસાદની આગાહી કરી છે.



હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી તા.17 જુલાઈ બાદ સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદની સંભાવના છે. ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા ત્રીજા રાઉન્ડની આગાહી કરવામાં આવી છે. તો આ બાજુ દરિયાકાંઠાનાં વિસ્તારમાં તારીખ 17 જુલાઇ બાદ ભારે વરસાદ થઇ શકે છે. ગુજરાતમાં ફરી એક વરસાદી સિસ્ટમ સક્રિય થતાં વરસાદી માહોલ બની રહ્યો છે. જેમાં ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમા ફરી એકવાર મેધરાજાની તોફાની બેટિંગ શરુ થાય તેવુ અનુમાન કરવામાં આવ્યું છે. અમદાવાદમાં વાદળછાયા વાતાવરણ સાથે છૂટછવાયો વરસાદ થાય તેવી સંભાવના રહેલી છે.



રાજ્યમાં પહેલા અને બીજા રાઉન્ડમાં સારો વરસાદ થતા રાજ્યના કુલ 207 પૈકી 75 જળાશયો હાઈએલર્ટ પર આવી ગયા છે. ગુજરાતમાં સારા વરસાદને પગલે  સૌરાષ્ટ્રના 21, કચ્છના 8 જળાશયો ઓવર ફ્લો થયા છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ એક એક જળાશય ઓવરફ્લો થઇ ચૂક્યાં છે. હાલમાં રાજ્યના 15 જળાશયો એલર્ટ પર છે. 19 જળાશયો વોર્નિંગ પર છે. રાજ્યના 207 જળાશયોમાં કુલ 50.37 ટકા જળસંગ્રહ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application