બાંગ્લાદેશમાં લો પ્રેશર ઝોન સર્જાયું છે અને તે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે તેવી શક્યતા છે, જેના કારણે ભારતના પાંચ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 14 સપ્ટેમ્બરના રોજ ગંગાના પશ્ચિમ બંગાળના મેદાની વિસ્તારો અને ઓડિશામાં તારીખ 14 અને 15 સપ્ટેમ્બરના રોજ ઝારખંડમાં, 15 સપ્ટેમ્બરના રોજ છત્તીસગઢમાં અને 16 સપ્ટેમ્બરના રોજ પૂર્વ મધ્ય પ્રદેશમાં ભારેથી અતિ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. પશ્ચિમ અને મધ્ય ભારતના રાજ્યોની વાત કરીએ તો કોંકણ, ગોવા, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, વિદર્ભ, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા અને ગુજરાતમાં વરસાદ ચાલુ રહેશે.
તેમાંથી છત્તીસગઢમાં તારીખ 15 સપ્ટેમ્બરે અને પૂર્વ મધ્યપ્રદેશમાં તારીખ 16 સપ્ટેમ્બરનાં રોજ ભારે વરસાદ પડશે. જ્યારે છત્તીસગઢમાં તારીખ 15 અને 15 અને 17 સપ્ટેમ્બર વચ્ચે પૂર્વ મધ્ય પ્રદેશમાં ભારે વરસાદનું એલર્ટ છે. પૂર્વ અને પૂર્વોત્તર ભારતના રાજ્યોની વાત કરીએ તો ગંગાના પશ્ચિમ બંગાળ, ઉત્તર ઓડિશામાં તારીખ 14, ઝારખંડમાં તારીખ 14 અને 15 સપ્ટેમ્બરે ભારે વરસાદ પડવાની શક્યતા છે. બિહાર અને ઓડિશામાં તારીખ 14 અને 15 સપ્ટેમ્બરે ભારે વરસાદ પડશે. અરુણાચલ પ્રદેશમાં, સબ હિમાલયી પશ્ચિમ બંગાળ, સિક્કિમમાં તારીખ 14 સપ્ટેમ્બર, ગંગાના પશ્ચિમ બંગાળમાં 15, બિહાર, ઝારખંડ, ઓડિશા, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરામાં તારીખ 14 અને 15 સપ્ટેમ્બર, આસામ, મેઘાલયમાં તારીખ 14 અને પછી તારીખ 18થી 20 સપ્ટેમ્બર વચ્ચે ભારે વરસાદ પડી શકે છે. ઉત્તર પશ્ચિમ ભારત માટે હવામાન વિભાગે જણાવ્યું કે, ઉત્તરાખંડમાં તારીખ 14 સપ્ટેમ્બર, પૂર્વ ઉત્તર પ્રદેશમાં તારીખ 16 અને 17 સપ્ટેમ્બર અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં તારીખ 17 સપ્ટેમ્બરના રોજ ભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ ભારતના તટીય કર્ણાટક, કેરળ, માહે, લક્ષદ્વીપમાં આ અઠવાડિયા સુધી વરસાદ ચાલુ રહેશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500