રાજ્યમાં આગામી ત્રણ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વધુ વરસાદની પડવાની વકી છે. આ સાથે 15 જુલાઇએ જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ ભાવનગર, વલસાડ, પોરબંદર, રાજકોટ, કચ્છ, ભરૂચ, સુરત, ડાંગમાં વરસાદની ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજી બાજુ બુધવારે તાપી જિલ્લાના ખાસ કરીને ડોલવણ તાલુકામાંમાંથી પસાર થતી પૂર્ણા નદી બંને કાંઠે વહેતી થઇ હતી. જેના કારણે ડોલવણ અને બુહારી સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પૂર્ણા નદીના પાણી ફરી વળ્યા હતા.ભારે વરસાદની આગાહી વચ્ચે હવામાન વિભાગની આગાહી મુજબ તંત્ર દ્વારા રેડ એલર્ટ જાહેર કરાયું છે.ભારેથી અતિભારે વરસાદ સંભાવના વ્યક્ત કરવામા આવી છે.
આંબાપાણી ખાતેથી 10 વ્યકિતઓ ને બચાવી લેવામાં આવ્યા
જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલરૂમ ખાતે ગતરોજ સાંજે ૬.૦૨ કલાકે મોજે.આંબાપાણી તા.ડોલવણ ખાતે પૂર્ણા નદીના વહેણમાં વ્યક્તિઓ ફસાઇ ગયા છે અને ઝાડ પર ચડી ગયેલા હતા તેવી માહિતી મળતાં નગરપાલિકા વ્યારાની ફાયર ટીમ, સબંઘિત પ્રાંત અઘિકારીશ્રી વ્યારા, મામલતદારશ્રી, જિલ્લા પ્રોજેક્ટ ઓફિસરશ્રી ડિઝાસ્ટર મેનેજમેન્ટ તાપી,પોલીસ વિભાગ દ્વારા રેસ્ક્યુની કામગીરી પૂર્ણ કરી 10 વ્યકિતઓ ને બચાવી લેવામાં આવ્યા હતા.સદનસીબે કોઇ જાનહાનિ પહોચી નથી.
તાપી જિલ્લામાં 24 કલાક સુધીનો વરસાદ
તાપી જિલ્લામાં તા.13મી જુલાઈ બુધવાર સાવરે 6 વગ્યાથી તા.14મી જુલાઈ ગુરુવાર સવારે 6 વાગ્યા સુધીનો 24 કલાક સુધીનો વરસાદ : સૌથી વધુ વરસાદ ડોલવણમાં નોંધાયો છે. વ્યારા – 54 મીમી,સોનગઢ – 45 મીમી ,વાલોડ – 113 મીમી,ડોલવણ – 226 મીમી,ઉચ્છલ - 43 મીમી,કુકરમુંડા – 19 મીમી,નિઝર – 13 મીમી વરસાદ પડ્યો હતો.
કેબિનેટની મીટિંગમાં વરસાદના કારણે રાજ્યમાં થયેલા નુકસાન અંગે ચર્ચા કરાશે
આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં સવારે 10 કલાકે ગાંધીનગર ખાતે કેબિનેટની બેઠક મળશે જેમાં રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી પડી રહેલા વરસાદના કારણે રાજ્યમાં થયેલા નુકસાન અંગે ચર્ચા કરવામાં આવશે. તેમજ આ બેઠકમાં રાજ્યના જળાશયોની સ્થિતિ બાબતે પણ ચર્ચા કરાશે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 164 તાલુકામાં વરસાદ
રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 164 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ કપરાડામાં 15.8 ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે સુબિરમાં 9.5 ઈંચ, પારડીમાં 11.44 ઈંચ, ધરમપુરમાં 13.6 ઈંચ, ખેરગામમાં 7.5 ઈંચ , ડભોઈમાં 7 ઈંચ, વાંસદામાં 7 ઈંચ , વાપીમાં 10.4 ઈંચ, નાંદોદમાં 7 ઈંચ, ડાંગમાં 6 ઈંચ, વઘઈમાં 5.5 ઈંચ, કરજણમાં 5.5 ઈંચ, ઉમરગામમાં 8.56 ઈંચ, ડોલવણમાં 5 ઈંચ, ગીર ગઢડામાં 4.5 ઈંચ, સૂત્રાપાડામાં 4.5 ઈંચ, વલસાડમાં 5 ઈંચ, ડેડિયાપાડામાં 4.5 ઈંચ, વિસાવદરમાં 4 ઈંચ વરસાદ નોધાયો હતો.
ભારે વરસાદને પગલે તમામ જિલ્લાઓમાં અપાયું એલર્ટ
હવામાન વિભાગે સમગ્ર રાજ્યમાં આગામી ત્રણ દિવસથી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જેમાં આજે અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, નવસારી, વલસાડ, ડાંગ, સુરત અને તાપીમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500