Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઓડિશાનાં 10 જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, માછીમારોને આવતીકાલ સુધી દરિયાની નજીક ના જવાની સલાહ આપી

  • September 10, 2024 

ઓડિશામાં પુરી નજીકના દરિયાકાંઠે બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશનના કારણે અનેક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના વધી ગઈ છે. હવામાન વિભાગે મંગળવારે સવારે 8.30 વાગ્યા સુધી ઓડિશાનાં 10 જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે તેમજ માછીમારોને 11 સપ્ટેમ્બર સુધી દરિયાની નજીક ન જવાની સલાહ આપી છે. આ ઉપરાંત ડીપ ડિપ્રેશન સર્જાતા રાજ્ય સરકારે દરિયાકાંઠાના જિલ્લાઓમાં રાહત અને બચાવ કામગીરી માટે તૈયારી પણ કરી લીધી છે.


બંગાળની ખાડીમાં ઉત્તર-પશ્ચિમ તરફ ડીપ ડિપ્રેશનમાં વધુ તીવ્ર બન્યું છે. આ ડીપ ડિપ્રેશન લગભગ 10 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. જેના કારણે ઘણા રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. જેમાં ભારતીય હવામાન વિભાગ (IMD)એ આંધ્રપ્રદેશ અને ઓડિશામાં વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે. જયારે મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા અને પશ્ચિમ બંગાળ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઓડિશા, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદ પડી શકે છે. આ સાથે IMDએ રાજસ્થાન, ઉત્તરાખંડ, છત્તીસગઢ, ગોવા, ગુજરાત, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, અરુણાચલ પ્રદેશ, મેઘાલય, નાગાલેન્ડ, આસામ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, કેરળ અને કર્ણાટકમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application