તમિલનાડુમાં ગત રવિવારથી વરસાદે ભારે તબાહી સર્જી છે અને વરસાદ હજુ પણ બંધ થયો નથી અને અવિરત ચાલુ છે ત્યારે રાજ્યના અનેક જિલ્લાઓ જળમગ્ન બન્યા છે જેના પગલે સરકાર દ્વારા અહીં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના ચાર મંત્રીઓને તાત્કાલિક પ્રભાવિત વિસ્તારોમાં રાહત મોકલવા કહેવામાં આવ્યું છે. ભારે વરસાદને કારણે તમિલનાડુના તિરૂનેલવેલી, થૂથુકુડી, કન્યાકુમારી અને ટેન્કાસીની તમામ સ્કૂલ અને શૈક્ષણિક સંસ્થાઓ આજે બંધ રાખવામાં આવી છે.
આ સાથે બેંકિંગ અને અન્ય ફાઇનાન્સિયલ સંસ્થાઓ પણ બંધ રાખવામાં આવી છે. આ ચાર જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત રેલવે ટ્રેક પર પાણી ભરાતા અનેક ટ્રેનો રદ્દ કરવામાં આવી છે. ઈન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ અનુસાર, તામિલનાડુમાં આવતા બેથી ત્રણ દિવસ સુધી ભારે વરસાદ પડી શકે છે. જેના કારણે રાજ્યની કેટલીક સ્કૂલોની પરીક્ષા રદ્દ કરી દેવામાં આવી છે.
સ્થાનીય મેટ્રોલોજીકલ ડિપોર્ટમેન્ટ અનુસાર, કોમોરિન અને તેના આજુબાજુના વિસ્તારોમાં વાવાઝોડાની સ્થિતિ સર્જાઈ શકે છે. એવામાં આવનારા દિવસોમાં વરસાદ પડવાની શક્યતાઓ છે. તમિલનાડુની સરકારે રાહત માટે ચાર મંત્રીઓને પ્રભાવિત વિસ્તારોમાં મોકલ્યા છે. સરકાર એ બાબતોનું ખાસ ધ્યાન રાખી રહી છે કે, ભારે વરસાદને કારણે પૂર્ણ જેવી સ્થિતિ સર્જાઈ ન જાય સાથે ચાર વરિષ્ઠ પોલીસ અધિકારીઓને પણ તૈનાત કરવામાં આવ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500