સોનગઢ સહિત તાપી જીલ્લામાં કેટલાક મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા સપ્તાહથી બફારો અકળાવી રહ્યો છે.
ઉચ્છલ, ઉકાઈ અને ,નિઝર,કુકરમુંડા અને વ્યારા પંથકમાં મેઘ મહેર વરસી તેમજ સોનગઢના વિસ્તારોમાં ગુરુવારે સાંજે આશરે 20 થી 25 મિનીટ ધોધમાર વરસાદ પડ્યો હતો. વીજળીનાં કડાકા ભડાકા સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક ફરી વળતા ગરમીનો પારો નીચે સરકયો હતો.નગર સહિતના વિસ્તારમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં ભીની માટીની સુગંધ ફરી વળી હતી. મેઘરાજાની મહેર થતા લોકો ખુશ ખુશાલ જોવા મળ્યા હતા.(ફોટો/વીડિયો : યુવરાજ પ્રજાપતિ-સોનગઢ)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500