ઉત્તર ભારતમાં ચોમાસાએ દસ્તક આપી છે અને ગુરુવારે મોડી રાતથી દિલ્હી-એનસીઆરનાં ઘણાં વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદનાં કારણે IGI એરપોર્ટનાં ટર્મિનલ-1ની છત તૂટી પડી હતી. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, તારીખ 29મી અને 30મી જૂને દિલ્હીમાં ભારે વરસાદની સંભાવના છે. ભારે વરસાદને કારણે દિલ્હી એરપોર્ટ પર અકસ્માત સર્જાયો હતો. ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ-1ની છત જોરદાર પવન અને ભારે વરસાદના કારણે તૂટી પડી હતી, જેના કારણે કાર કાટમાળ નીચે દબાઈ ગઈ હતી.
આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. જ્યારે પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટનાની માહિતી મળતાં જ ફાયર વિભાગની ચાર ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને રાહત અને બચાવ કામગીરી હાથ ધરી છે. આ દુર્ઘટનાને કારણે 20થી વધુ ફ્લાઈટ્સ પ્રભાવિત થઈ છે. નોઈડાની વાત કરીએ તો ઘણી જગ્યાએ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગે તારીખ 29મી અને 30મી જૂને દિલ્હીમાં ભારે વરસાદની આગાહી કરી છે. અને આજે દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં 30થી 40 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application