Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નવસારીમાં મોડી રાતે ધોધમાર વરસાદ ખાબક્યો

  • September 24, 2023 

નવસારીમાં મોડી રાતે ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેમાં નવસારી સહિત જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ આવ્યો છે. રાત્રે 10થી સવારે 4 વાગ્યા સુધીમાં વરસાદ પડ્યો છે. તેમાં નવસારી, જલાલપોર, ચીખલીમાં 2 ઇંચથી વધુ વરસાદ સાથે ખેરગામ અને ગણદેવીમાં 1-1 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે.




ભારે વરસાદને કારણે શહેરના રાજમાર્ગો પર પાણી ભરાયા છે. તેમજ ગણદેવી, ખેરગામ, વાંસદામાં 1 ઈંચ જેટલો વરસાદ આવ્યો છે. નવસારીમાં મોડી રાતે મેઘો ગરજીને ધોધમાર વરસ્યો છે. નવસારી સહિત જિલ્લાના તમામ તાલુકાઓમાં રાત્રે 10 થી સવારે 4 વાગ્યા સુધીમાં વરસાદ નોંધાયો છે. ત્યારે નવસારી, જલાલપોર અને ચીખલીમાં 2 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. તથા ખેરગામ અને ગણદેવીમાં 1-1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. અને ભારે વરસાદને કારણે શહેરના રાજમાર્ગો પર વરસાદી પાણી દેખાયા છે.રાત્રી દરમિયાન પડેલા વરસાદને કારણે ગણેશ મંડળોની ચિંતા વધી છે. નવસારીમાં સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકમાં પડેલા વરસાદના આંકડા જોઇએ તો નવસારી 58 મિમી તથા જલાલપોર 49 મિમી અને ગણદેવી 25 મિમી તેમજ ચીખલી : 53 મિમી વરસાદ ખાબક્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application