રાજ્યમાં વરસાદી માહોલ મધ્યમ રીતે ફરી જોવા મળી રહ્યો છે.જેમાં આજે વહેલી સવારથી નર્મદા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસતા જિલ્લાના વિવિધ ભાગોમાં પાણી ફરી વળ્યા છે.અત્યાર સુધીમાં જિલ્લામાં 5 ઈંચ જેટલો વરસાદ પડી ગયો છે.જેના કારણે રાજપીપળાના કાછીયાવાડ, દરબાર રોડ અને સ્ટેશન રોડ વિસ્તારોમાં પાણી ભરાયા છે.
આ ઉપરાંત ભારે વરસાદના કારણે સ્થાનિકોના જીવ અધ્ધર થયા છે.અગાઉ પણ નર્મદામાંથી પાણી છોડાવાના કારણે પાણી ભરાઈ જવાની ઘટના બનતા લોકોની મુશ્કેલી વધી હતી. જેમાં હવે વરસાદના કારણે લોકો ચિંતા વધી છે. નર્મદા જિલ્લામાં આજે વહેલી સાવરથી જ ધોધમાર વરસાદ વરસતા ચારેકોર પાણી પાણી કરી નાખ્યા છે.જિલ્લામાં અત્યાર સુધી 5 ઇંચ વરસાદ વરસી ચુક્યો છે જેમાં સૌથી વધુ વરસાદ રાજપીપળા અને ડેડીયાપાડામાં પડયો છે આ બે તાલુકામાં સવાર 6 વાગ્યા થી અત્યાર સુધીમાં ત્રણ ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે.
આ તરફ ઉપરવાસમાં વરસાદના કારણે નર્મદા ડેમની સપાટીમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. જેમાં નર્મદા ડેમની સપાટી 137.59 મીટરે પહોંચી છે.અને નર્મદા ડેમના 10 ગેટ 1.5 મીટર ખોલવામાં આવ્યા છે.આ ઉપરાંત ઉપરવાસમાંથી પાણીની આવક યથાવત જોવા મળી રહી છે.નર્મદા ડેમમાં 2.29 લાખ ક્યૂસેક પાણીની આવક થઈ રહી છે.જ્યારે નર્મદા ડેમમાંથી 1.67 લાખ ક્યૂસેક પાણીની જાવક થઈ રહી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500