Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉપરવાસમાં પડી રહેલા અતિભારે વરસાદનાં કાણરે બારડોલીમાંથી પસાર થતી મીઢોળ નદીમાં ધસમસતા પુર આવ્યા

  • September 28, 2024 

બારડોલી તાલુકા શહેર ઉપરાતં ઉપરવાસમાં પડી રહેલા અતિ ભારે વરસાદના કાણરે બારડોલી શહેરમાંથી પસાર થતી મીઢોળ નદીમાં ધસમસતા પુર આવ્યા છે. જોકે ગતરોજ રાતથી મીઢોળા નદીના પુરનું જળસ્તર સતત વધી રહ્યું હતું. રાતભર પડેલા ભારે વરસાદની સાથે આજે સવારથી પણ લગાતાર વરસાદ પડતા બારડોલી શહેરમાં મીંઢોળા નદી કાઠા કિનારામાં વસતી અનેક વસાહતોમાં પુરનું પાણી ઘુસી જતા સેંકડો કાચા પાકા મકાનો પાણીમાં ગરક થઈ જવાથી સેંકડો લોકોને અસર પહોંચી છે. પાણી સતત વધતા લોકો ઘરો ખાલી કરીને ઊંચાઈવાળા વિસ્તારોમાં આસરો લેવા મજબુર બન્યા છે.


પુરના કારણે રામજી મંદિર પાસેનો લો લેવલ કોઝવે પુલ પણ ગઈ કાલ રાતથી પાણીમાં ડુબી જતા વાહન વ્યવહાર બંધ કરી દેવાયો હતો. બારડોલી કોર્ટ સામેની ખાડા વસાહતમાં આશરે ૧૫૦થી વધારે કાચા પાકા મકાનો પાણીમાં ગરક થયા છે. ભરવાડ પશુપાલકોના તબેલા પણ પાણીમાં ડુબી જવાથી લોકોને ભારે હાડમારી ભોગવવી પડી છે. જેમાં તલાવડી મેદાન વસાહત ઉપરાંત મીઢોળા નદી કિનારાના શેઠ ફળીયા, રાધા કિષ્ના મંદિરની પાછળની વસાહત અને ગણેશ વિર્સજન ઓવારા વિસ્તારના અનેક ઘરોમાં મીઢોળા નદીના પાણી ઘુસી જતા ત્યાના સેંકડો લોકોએ સ્થળાતર કરવું પડયું હતું.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application