દક્ષિણ ગુજરાતમાં ખેડૂતોની જીવાદોરી સમાન ઉકાઇ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં આજે દિવસ દરમિયાન આગાહી મુજબ ભારે વરસાદ વરસતા સત્તાધીશોએ અગમચેતીના ભાગરૂપે મોડી રાત્રે 10 વાગ્યાથી ઉકાઇ ડેમમાંથી તાપી નદીમાં ૭૦ હજાર ક્યુસેક પાણી છોડવાનું નક્કી કર્યું છે અને જરૂર જણાયે ડેમમાંથી પાણી નો ડિસ્ચાર્જ વધારી ૯૮હજાર સુધી લઈ જવામાં આવનાર હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.
વધુ વિગતો મુજબ ઉકાઈ ડેમની રાત્રે ૮ વાગે જળસપાટી ૩૪૨.૫૧ ફૂટ નોંધાઇ છે અને હાલ ડેમમાં ૩૪,૪૨૨ ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે ડેમની ભયજનક સપાટી ૩૪૫ ફૂટ છે. ભયજનક લેવલ સપાટી નીચી લાવવા માટેની સત્તાધીશો દ્વારા મથામણ શરૂ કરી દેવાઈ છે અને મોડી રાત્રે ઉકાઇ ડેમમાંથી ૭૦ હજાર ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવાનો આવનાર હોવાનું જાણવા મળે છે .
સૂત્રો મુજબ આ વર્ષે ચોમાસાએ પેટ્નૅ બદલી છે અને ઉકાઇ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં પણ સપ્ટેમ્બર માસમાં પાછોતરો વરસાદ વરસી રહ્યો હોવાથી સત્તાધીશોની કસોટી થઈ રહી છે.
ઉકાઈ ડેમના ઉપરવાસમાં કેચમેન્ટ વિસ્તારમાં આવેલા કે જસ્ટિસનો પૈકી ના ટેસકા માં ૭.૨૦મી.મી. લખપુરીમાં ૭૬.૮૦ મી.મી. ચિખલદારા માં ૪૬ મી.મી. ગોપાલ ખેડામાં ૪.૮૦ મી.મી. બુરહાનપુર ૫૪.૮૦ મી.મી. હથનુર ૨૭ મી.મી. ભુસાવલ ૭.૨૦ મી.મી. ગીર ગાવ ૧૪.૪૦ મી.મી. દહીગાવ ૧૧.૬૦ મી.મી. ધુલિયા ૧.૪૦ મી.મી. સાવ ખેડા ૨.૪૦ મી.મી. ગીધાડે ૩.૪૦ મી.મી. અને સાગબારામાં ૮૧ મી.મી. જેટલો ભારે વરસાદ દિવસ દરમ્યાન વરસ્યો છે .
આમ ઉકાઈ ડેમમાં હાલ લાઈવ પાણીનો સ્ટોરેજ ૬૨૮૮.૩૩ એમસીએમ છે. અને ગ્રોસ સ્ટોરેજ ૬૯૭૨.૭૨ એમ.સી.એમ હોવાનું ઉકાઈ ડેમના સત્તાધીશો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે .
આજે રાત્રે 10 વાગે ઉકાઇ ડેમમાંથી ૭૦ હજાર ક્યુસેક પાણીનો જથ્થો તાપી નદીમાં છોડવામાં આવી રહ્યો છે. અને જરૂર જણાયે તબક્કાવાર તાપી નદીમાં પાણી છોડવાની માત્રા વધારીને ૯૮ હજાર ક્યુસેક સુધી લઈ જવાનું નક્કી કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500