Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લામાં મુશળધાર વરસાદ, ડોલવણમાં નીચાણવાળા વિસ્તારોમાં ઘરમાં પાણી ઘૂસ્યા

  • July 10, 2022 

તાપી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહીના તંત્ર એલર્ટ જાહેર કર્યું છે. સૌથી વધુ ડોલવણ તાલુકામાં ધોધમાર વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ઘુસી ગયા છે.બેસનિયા ગામમાં પણ આશરે ૧૦ ઘરોમાં પાણી ભરાઈ જતા તમામ લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે, કોઝવે પરથી પાણી ફરી વળતા બામણામાળદુર ગામના આશરે ૨૦ જેટલા ઘરો સંપર્ક વિહોણા બન્યા છે,૧૦૮ જેવી ઈમરજન્સી સેવા માટે પણ કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નથી,પશુપાલકોએ જીવના જોખમે દૂધડેરી સુધી જવું પડી રહ્યું છે, તેમજ ડોલવણના દાદરી ફળીયામાં,ડોલવણના ચાર રસ્તાની પાસેના કેટલાક ઘરોમાં પાણી ઘુસ્યા છે.ઘરોમાં વરસાદી પાણી ઘુસતા સ્થાનિક લોકોને મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે.


ડોલવણમાં લોકોના ઘરમાં પાણી ઘુસ્યા

સ્થાનિકોના જણાવ્યા અનુસાર ડોલવણ ચાર રસ્તા નજીક વર્ષોથી રહેતા મહેશભાઈ અને જીગ્નેશભાઇના ઘર આગળ હાલમાં આવીને વસેલા પરપ્રાંતીય શખ્સ દ્વારા એક કોમ્પલેક્ષનું બાંધકામ કરી ઘરની આગળ પથ્થરો નાખી ચોમાસાનું વરસાદી પાણી આસપાસના ઘરોમાં ભરાઈ રહ્યું હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે,જોકે તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કે પછી સ્થાનીકોમાં હિતમાં કામગીરી કરવામાં આવી નથી. જેને લઈને સ્થાનિકોમાં રોષની લાગણી જોવા મળી છે.


ગ્રામ્ય વિસ્તારોમાં પંચાયત હસ્તકના આશરે ૨૮ જેટલા રસ્તાઓ પરથી વરસાદી પાણી ફરી વળતા બંદ કરાયા  

જિલ્લામાં અનરાધાર વરસી રહેલા વરસાદના કારણે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં અસરો જોવા મળી છે, ગ્રામ્ય વિસ્તારના આશરે ૨૮ જેટલા રસ્તાઓ પરથી વરસાદી પાણી ફરી વળતા બંદ કરી દેવામાં આવ્યા છે,વ્યારા,વાલોડ,સોનગઢ,ડોલવણ તાલુકામાં મુશળધાર વરસાદે કહેર વર્ષાવ્યો છે,જયારે બેસનિયા ગામમાં પણ આશરે ૧૦ ઘરોમાં પાણી ભરાઈ જતા તમામ લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે,અહીના ગામોમાં રસ્તા પર વરસાદી પાણી વહેતા થયા છે.વરસાદી પાણી કોઝવે પરથી પસાર થતા રસ્તો બંધ થયો છે. જેને પગલે આ રસ્તાઓ પરથી પસાર થતા લોકોને મુશ્કેલી વેઠવી પડી રહી છે.


સવારે ૧૦ કલાકે મળેલ અપડેટ મુજબ,તાપી જિલ્લાના અસરગ્રસ્ત ગામો

વાલોડનું બુટવાડા,સોનગઢ તાલુકાનું લાંગડ,ઘૂસરગામ,ડોલવણમાં પાટી,લખાણી,ચીચ બરડી,હરીપુરા અને રાણીઆંબા, વીરપુર-ઉમરકચ્છ,પીઠાદરા,જમણીયા,બરડીપાડા,પંચોલપલાસીયા,ધામણદેવી,વ્યારાનુકણજાબેડકુવા,ઊંચામાળાલીમડદા,ખુશાલપુરા,ભાનાવાડી,ઝાંખરી-ચીચબરડી,વડકુઈ,વાંસકુઈ,નાનીચેર,કરંજવેલ,કેળકુઈ,મુસા-મદાવ-છીંડિયા,ખુરદીગામ તેમજ નિઝરમાં રુમકીતળાવ ગામ સહિત જીલ્લામાં કુલ ૨૮ જેટલા રસ્તાઓ પરથી વરસાદી પાણી ફરી વળતા રસ્તા બંદ કરાયા છે,જેમાં વ્યારા તાલુકાના ૯ ગામો, સૌથી વધુ ડોલવણ તાલુકામાં ૧૩ ગામો સોનગઢમાં ૩ નીઝરમાં ૧ તથા અને વાલોડમાં ૨ રસ્તાઓ બંદ કરાયા છે. એમ જિલ્લામાં કુલ ૨૮ રસ્તા બંધ કરાયા છે.



સરકારી આંકડા મુજબ આજરોજ સવારે ૧૦ થી ૧૨ વાગ્યા સુધીમાં પડેલા વરસાદ


ડોલવણમાં ૩૦ મીમી,કુકરમુંડામાં ૩૧ મીમી,ઉચ્છલમાં ૧૩ મીમી, નિઝરમાં ૩૨ મીમી,વ્યારામાં ૧૫ મીમી,વાલોડમાં ૨૦ મીમી, સોનગઢમાં ૦૯ મીમી


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application