ઉત્તર ભારતનાં ઘણા રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દેશના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત દક્ષિણ ભારતના કેટલાક રાજ્યોમાં તોફાનની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. પહાડી રાજ્યો ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં પણ મુશળધાર વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર, પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના છે. દેશનાં બાકીનાં ભાગોમાં વીજળી પડવાની સંભાવના છે. આ ઉપરાંત અરૂણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, પંજાબ, હિમાચલ પ્રદેશ, પૂર્વ રાજસ્થાન અને રાજસ્થાનમાં વિવિધ સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.
મધ્યપ્રદેશમાં વરસાદની શક્યતા છે. આ સિવાય સબ-હિમાલયન પશ્ચિમ બંગાળ, સિક્કિમ, કોંકણ-ગોવા અને કોસ્ટલ કર્ણાટકમાં ભારે વરસાદ અને વાવાઝોડાની સંભાવના છે. પૂર્વોત્તર ભારત, બિહાર, પૂર્વ ઉત્તર પ્રદેશ, પંજાબ, પૂર્વ રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ગુજરાત, વિદર્ભ અને છત્તીસગઢમાં ભારે વરસાદ અને વાવાઝોડાની શક્યતા છે. દેશના બાકીના ભાગોમાં છૂટાછવાયા વરસાદ અને વીજળીના ચમકારાની પણ શક્યતા છે. હવામાન વિભાગ અનુસાર દેશની રાજધાની અને તેની નજીકના નોઈડા, ગુરુગ્રામ અને ફરીદાબાદમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. આ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ વિસ્તારનું લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી સુધી રહી શકે છે. આગામી દિવસોમાં તાપમાનમાં વધારો થવાની સંભાવના છે. ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અહીં લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી અને મહત્તમ તાપમાન 36 ડિગ્રી રહેવાની શક્યતા છે. આ સિવાય ગાઝિયાબાદમાં પણ સમાન તાપમાન અને વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500