અમદાવાદમાં આજે વહેલી સવારે ગાજવીજ અને તોફાની પવન સાથે ભારે વરસાદ પડ્યો હતો. એકાએક આખા શહેરનાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. ભારે પવન સાથે વરસાદ પડવાને લીધે વાહનોની અવર-જવરને અસર થઈ હતી અને ઠેર ઠેર પાણી ભરાઈ જવાથી જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. જયારે સેટેલાઈટ, બોપલ, વસ્ત્રાપુર, મેમ્કો, શાહીબાગ, ઘાટલોડિયા, ચાંદલોડિયા, સરખેજ, જુહાપુરા, નારોલ, વટવા, ચાંદખેડા, વેજલપુર, શિવરંજની, મેમનગર, આંબાવાડી, નરોડા, મેઘાણીનગર, પાલડી,નારણપુરા, સાબરમતી, રાણીપ, નવા વાડજ, થલતેજ, સરદારનગર, અસારવા, કુબેરનગર અને નવરંગપુરા સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો હતો.
વહેલી સવારે જ વરસાદી માહોલનાં સંકેત મળી ગયા હતા. આખા શહેર પર જાણે કાળા ડિબાંગ વાદળોએ કબજો જમાવી લીધો હતો. જોકે એકાએક જ વરસાદ સાથે ધોધમાર વરસાદ તૂટી પડતાં અનેક લોકોને તકલીફનો સામનો કરવો પડ્યો હતો. લોકોને વાહન ચલાવવામાં ભારે તકલીફ વેઠવી પડી હતી. ઠેર ઠેર ભારે વરસાદને લીધે થોડીક જ વારમાં પાણી ભરાઈ ગયા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500