Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાજ્યનાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિતનાં વિસ્તારોમાં ધોધમાર વરસાદ : આગામી 23 ઓક્ટોબર સુધી ભારેથી હળવા વરસાદની આગાહી

  • October 20, 2024 

ચોમાસાની વિદાય થાય એ પહેલા મેઘરાજાએ ફરી એન્ટ્રી મારી છે, ત્યારે હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યના દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. હવામાન વિભાગે આગામી 23 ઓક્ટોબર સુધી ભારેથી હળવા વરસાદની આગાહી કરી છે જયારે શનિવારે 42 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં જૂનાગઢના મેંદરડામાં 3.54 ઇંચ, માળિયા હાટિનામાં 2.76 ઇંચ અને કેસોદમાં 2.72 ઇંચ, સુરતના ઉમરપાડામાં 2.17 ઇંચ, વલસાડના કપરાડામાં 1.81 ઇંચ, સુરતના પલાસણમાં 1.57 ઇંચ, અમરેલીના લાઠીમાં 1.50 ઇંચ, જામનગરના લાલપુરમાં 1.34 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે આ સિવાયના 34 તાલુકામાં દોઢ ઇંચથી ઓછો વરસાદ ખાબક્યો છે.


તાપીના વ્યારા શહેર અને ગ્રામીણ વિસ્તારમાં ઉકળાટ બાદ પવન સાથે વરસાદ ખાબક્યો. જેમાં વાલોડ, ડોલવણ, સોનગઢ સહિતના તાલુકામાં વરસાદ વરસતા ડાંગર પકવતા ખેડૂતો ચિંતામાં મૂકાયા હતા. મોડી સાંજે સુરતમાં વરસાદ વરસ્યો. જેમાં શહેરના સ્ટેશન રોડ, ગાંધી રોડ, શાસ્ત્રી રોડ સહિત માંડવી, ઓલપાડ, માંગરોળ તાલુકામાં ધોધમાર વરસાદ અને બારડોલીમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો. આ સાથે તરસાડીનગર, કોસંબાના બજાર વિસ્તારમાં ભરાયા વરસાદી પાણી છે. જ્યારે માણેકપુર, અસ્તાન, ધામરોડ ગામો સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો. જ્યારે દેવભૂમિ દ્વારકામાં જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબકતાં કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા, રસ્તા પર પાણી ભરાતાં વાહનચાલકોને હાલાકી પડી હતી.


હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર સહિત દક્ષિણ ગુજરાતના નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળો ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યમાં 21 ઓક્ટોબરે સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ સહિત ભરૂચ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. રાજ્યમાં 21 ઓક્ટોબરે સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ સહિત ભરૂચ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application