જૂનાગઢ સહીત અનેક જિલ્લામાં તો આપણે વરસાદનો કહેર જોઈ જ રહ્યા છે. જયારે હવે આજે પણ બંગાળની ખાડીમાં સર્જાયેલી લો પ્રેશર સિસ્ટમ સહિત મોનસૂન ટ્રફ રેખા ગુજરાત ભણી હોવાથી રાજ્યમાં આજે પણ ભારે વરસાદની સંભાવના રહેશે. હવામાન વિભાગે એવી આગાહી કરી છે કે, રાજ્યનાં લગભગ તમામ જિલ્લાઓમાં ક્યાંક વરસાદ તો ક્યાંક જળબંબાકારની સ્થિતિ સર્જાઈ શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર બંગાળમાં સર્જાયેલી લો પ્રેશર સિસ્ટમ અને ગુજરાત ભણી મોનસૂન ટ્રફ રેખાના કારણે ગુજરાતમાં મેઘતાંડવ થઈ રહ્યો છે. રાજ્ય પર એક સાથે ત્રણ સિસ્ટમ એક્ટિવ હોવાની પણ માહિતી મળી છે જેના લીધે ચારેકોરથી બારે મેઘ ખાંગા જેવી સ્થિતિ સર્જાઇ રહી છે. હવામાન વિભાગે આજે પણ વરસાદની આગાહી કરી છે.
આજે ગુજરાતભરમાં ભારે વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગે સાત જિલ્લાની માહિતી આપી હતી જ્યાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખી રેડ એલર્ટથી લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. હવામાન વિભાગે ભારે વરસાદની આશંકાને ધ્યાનમાં રાખી રાજ્યનાં બે જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ઓરેંજ એલર્ટ તો 7 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યા છે. હવામાન વિભાગના અનુમાન મુજબ તારીખ 24 જુલાઇથી વરસાદનું જોર ઘટી શકે છે. અતિ ભારે વરસાદની શક્યતાને પગલે હવામાન વિભાગે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે બીજી બાજુ કચ્છ, જૂનાગઢ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી સહિત અનેક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. તેની સાથે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સૂરત, નવસારી, આણંદ અને વડોદરામાં યલો એલર્ટ જાહેર કરાયું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500