રાજ્યમાં અનેક જિલ્લાઓમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે તેમજ કેટલાક વિસ્તારોમાં મુશળધાર વરસાદ વરસી ગયો છે ત્યારે છેલ્લા 24 કલાકમાં 194 તાલુકમાં વરસાદ નોંધાયો હતો જેમાં ભાવનગરમાં સૌથી વધુ વરસાદ પડ્યો છે. જયારે ગતરોજ અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગે ચાર જિલ્લાઓને રેડ એલર્ટ આપ્યુ છે. રાજ્યમાં વરસાદના ત્રીજા રાઉન્ડમાં અનેક વિસ્તારોમાં મેઘતાંડવ થયુ છે ત્યારે રાજ્યમાં સીઝનનો અત્યાર સુધીમાં સરેરાશ 69.97 ટકા વરસાદ વરસ્યો છે જેમાં કચ્છ અને સૌરાષ્ટ્ર ઝોનમાં 100 ટકા વરસાદ વરસી ચૂક્યો છે જ્યારે મધ્ય ઝોનમાં સૌથી ઓછો 53 ટકા વરસાદ વરસ્યો હતો. રાજકોટ જિલ્લાને પાણી પૂરૂ પાડતો ભાદર ડેમ ઓવરફ્લો થયો હતો. ડેમમાંથી પાણી છોડવામાં આવતા 22 ગામોને એલર્ટ કરાયા હતા.
છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો 194 તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં ભાવનગરમાં સૌથી વધુ સાડા ચાર ઈંચ વરસાદ પડ્યો છે. આ સિવાય રાજકોટ, જામનગર અને અમરેલિમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે અને ગતરોજ અમદાવદમાં પણ વરસાદ વરસ્યો હતો જેમા શહેરનાં એસ.જી. હાઈવે, બોપલ, ઘૂમા, વસ્ત્રાપુર સહિતનાં વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગ દ્વારા હજુ પણ અતિભારે વરસાદની આગાહી કરી છે જેમા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આગામી 24 કલાકમાં રાજ્યનાં અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત આજે વરસાદને લઈને ભાવનગર, રાજકોટ, દ્વારકા અને વલસાડમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. જૂનાગઢમાં 3 હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500