જમ્મુ કાશ્મીરનાં કુપવાડાનાં કેરન સેક્ટરમાં સરહદી વિસ્તારમાં LOC પાસે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ભારે ગોળીબાર થયો હતો. આર્મીનાં 6 રાષ્ટ્રીય રાઈફલ્સ અને પોલીસના SOG જવાનોએ આ ઓપરેશનનો ચાર્જ સંભાળ્યો હતો. અહીં જવાનોએ બે આતંકીઓને ઠાર કર્યા છે. ગુરુવારે જમ્મુ-કાશ્મીરમાં હવામાન બગડ્યું હતું. અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે તેમજ વાદળછાયું વાતાવરણ છે. જેના કારણે ડુંગરાળ વિસ્તારો ધુમ્મસથી ઘેરાયેલા છે.
આ હવામાન પણ સુરક્ષા દળો માટે એક પડકાર છે. ડોડામાં પણ સોમવારથી આતંકીઓને શોધીને તેનું એન્કાઉન્ટર કરવાનું ઓપરેશન ચાલી રહ્યું છે. પ્રતિકૂળ હવામાન વચ્ચે સમયાંતરે ગોળીબાર પણ થઈ રહ્યો છે. ચાર દિવસમાં ડોડામાં આ ત્રીજું એન્કાઉન્ટર છે, પરંતુ સુરક્ષા દળોને હજુ સુધી સફળતા મળી નથી. ગાઢ જંગલો, ઉંચા પહાડો અને ખરાબ હવામાન સુરક્ષા દળો માટે એક પડકાર છે, પરંતુ સૈનિકો અડગ ઊભા છે. રામબન-ડોડા રેન્જના ડીઆઈજી શ્રીધર પાટીલે જણાવ્યું કે ઓપરેશન હજુ ચાલુ છે. તે ટૂંક સમયમાં પૂર્ણ થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application