Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સાપુતારા પોલીસ સ્ટેશન વિસ્તારના પ્રવાસી મિત્રોને આરોગ્યલક્ષી તાલીમ અપાઇ

  • November 07, 2023 

ડાંગ જિલ્લાના પ્રવાસે આવતા પ્રવાસીઓને ફરવા લાયક સ્થળોની માહિતી સાથે પ્રવાસીઓની સુરક્ષા અને સલામતીની વ્યવસ્થા પણ સુનિશ્ચિત થાય તે માટે, ડાંગ જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ પોલીસ ફોર્સના ચુનંદા જવાનોને 'પોલીસ મિત્ર'ની ભૂમિકા સોંપવામાં આવી છે. આ 'પોલીસ મિત્ર' એવા સુરક્ષા કર્મીઓને યોગ્ય તાલીમ મળી રહે તે માટે, સાપુતારા વિસ્તારના પ્રવાસી મિત્રોને સાપુતારા પોલીસ સ્ટેશન ખાતે આરોગ્યલક્ષી તાલીમ આપવામા આવી હતી. જેમા શામગહાન આરોગ્ય કેન્દ્રના તબીબો દ્વારા મેડીકલ ફસ્ટ એડ કીટનો ઉપયોગ, તેમજ સી.પી.આર. ની તાલીમ આપવામા આવી હતી. આ ઉપરાતં સાપુતારાના હોટેલ એસોસિએશન દ્વારા પ્રવાસીઓ સાથે કરવાની વર્તુણુક અંગેની તાલીમ પણ આપવામા આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application