Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ રામ રહીમને હરિયાણા-પંજાબ હાઇકોર્ટે ડેરાના પૂર્વ મેનેજર રણજિતસિંહની હત્યાના કેસમાં છોડી મુક્યો

  • May 29, 2024 

હરિયાણાના વિવાદાસ્પદ ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ રામ રહીમને હરિયાણા-પંજાબ હાઇકોર્ટે ડેરાના પૂર્વ મેનેજર રણજિતસિંહની હત્યાના કેસમાં છોડી મુક્યો છે. 2002ના હત્યાના આ કેસમાં રામ રહિમ અને અન્ય ચારને સીબીઆઇ કોર્ટ દ્વારા 2021માં આજીવન કેદ તેમજ 20 વર્ષની કેદની સજા આપવામાં આવી હતી. જેને ડેરા પ્રમુખે હાઇકોર્ટમાં પડકારી હતી. હાઇકોર્ટે આ કેસમાં પાંચેયને છોડી મુક્યા છે. રણજિતસિંહની હરિયાણાના કુરુક્ષેત્રમાં આવેલા ખાનપુર ગામમાં વર્ષ 2002માં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. રણજિતસિંહે ડેરામાં મહિલાઓ પર બળાત્કાર અને શોષણની પોલ ખોલતો એક પત્ર જાહેર કરી દીધો હતો.


જેને કારણે તેમની હત્યા થઇ હોવાનું તપાસમાં સામે આવ્યું હતું, આ હત્યામાં ડેરા પ્રમુખ રામ રહિમ મુખ્ય આરોપી હતો. સીબીઆઇની ચાર્જશીટ મુજબ રણજિતસિંહે ડેરામાં ચાલી રહેલા ગોરખધંધાની પોલ ખોલી નાખી હતી જેને કારણે તેમની હત્યાનું કાવતરુ ઘડવામાં આવ્યું હતું. વર્ષ 2017માં રામ રહિમને ડેરામાં કામ કરતી બે યુવતીઓ પર બળાત્કારના કેસમાં આજીવન કેદની સજા ફટકારાઇ છે જે બાદથી તે હરિયાણાના રોહતકની જેલમાં કેદ છે. તેની સામેના વિવિધ કેસોમાં રામ રહિમ અનેક વખત પેરોલ પર બહાર આવી ચુક્યો છે. હાલમાં તે હત્યાના કેસમાં તો છુટી ગયો છે પણ બળાત્કારના કેસમાં હજુ પણ તે જેલમાં જ કેદ રહેશે. વર્ષ 2019માં ડેરા પ્રમુખ અને અન્ય ત્રણને એક પત્રકારની 16 વર્ષ પહેલા થયેલી હત્યાના કેસમાં દોષી ઠેરવવામાં આવ્યા હતા. રામ રહિમના હરિયાણા અને પંજાબમાં અનેક સમર્થકો છે. જ્યારે આ સમગ્ર મામલો સામે આવ્યો ત્યારે ભારે વિરોધ પ્રદર્શન થયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application