જિલ્લા–તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણીમાં એવા પણ યુવા મતદારો જોવા મળ્યા હતા જેમણે સપ્તપદીના સાત ફેરા ફરતાં પહેલાં મતદાનની ફરજ અદા કરી છે.
તા.૨૮ મી એ મતદાનના દિવસે જંબુસર તાલુકામાં આવેલા કાવા ગામના હર્ષદભાઈ કિરિટભાઈ પાઠક કે જેઓની કાવાથી કણજરી મુકામે જાન પ્રસ્થાન કરતાં પહેલાં મતદાન કર્યું હતું. આ વેળાએ શ્રી હર્ષદભાઈ પાઠકે જણાવ્યું હતું કે, લગ્ન એ પરિવાર માટે ખુશીનો પ્રસંગ હોય છે એ જ રીતે ચૂંટણી એ દેશનો પ્રસંગ અને પર્વ છે.
મતદાન એ અમારા માટે લગ્નથી પણ વિશેષ મહત્વપૂર્ણ છે અમે મતદાન કરી લગ્નની પળને વધુ યાદગાર બનાવી છે. ચૂંટણીઓમાં પોતાના મતાધિકારનો અવશ્ય ઉપયોગ કરવો જોઈએ. દેશને સશક્ત બનાવવા વધુમાં વધુ મતદાન જરૂરી હોવાનો સૂર વ્યક્ત કર્યો હતો. (હનીફ માંજું દ્વારા અંકલેશ્વર)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500