Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગુજરાતી સિંગર અને ભાજપના કાર્યકર વિજય સુવાળા પર હુમલો

  • December 11, 2024 

ગુજરાતી સિંગર અને ભાજપના કાર્યકર વિજય સુવાળા પર હુમલો કરવામાં આવ્યો હોવાના અહેવાલો મળી રહ્યા છે. વિજય સુંવાળાની કાર પર પ્રોગ્રામને લઈને હુમલો કરવામાં આવ્યો છે. આ અંગે અડાલજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર ભાજપના કાર્યકર અને ગાયક વિજય સુંવાળા પર હુમલો કરવામાં આવ્યો છે.


 હુમલો કરતાં પહેલા ફોન કરીને તું અમારા પ્રોગ્રામ નહિ કરતો હોવાની બાબતે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ધમકીઆપ્યા બાદ લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. આ અંગે વિજય સુંવાળાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.આ અંગે વિજય સુંવાળાએ 100 નંબર પર જાણ કરી પોલીસની મદદ માંગી હતી. આ હુમલા અંગે અડાલજ પોલીસે અમદાવાદના ત્રણ હુમલાખોરો સામે નામજોગ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વિજય સુવાળાએ નવઘણ ગાટીયા, ફુલા રબારી, અનિલ રબારી સહિત 7 લોકો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application