Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગુજરાતી રંગભૂમિ, ટી.વી. સીરિયલ અને ફિલ્મ જગતનાં પ્રસિદ્ધ અભિનેતા સમીર ખખ્ખરનું નિધન

  • March 15, 2023 

ગુજરાતી રંગભૂમિ, ટી.વી. સીરિયલ અને ફિલ્મ જગતનાં પ્રસિદ્ધ અભિનેતા સમીર ખખ્ખરનું નિધન થયુ છે. સમીર ખખ્ખર 80નાં દાયકામાં દૂરદર્શનની લોકપ્રિય સિરિયલ નુક્કડમાં 'ખોપડી'નું ખૂબ જ પ્રખ્યાત પાત્ર ભજવ્યું હતું. સમીર ખખ્ખર મુંબઈના બોરીવલીની આઈસી કોલોનીમાં એકલા રહેતા હતા. સમીર ખખ્ખરની પત્ની અમેરિકામાં રહે છે. તેઓ છેલ્લે તાજેતરમાં રિલીઝ થયેલી સિરીઝ 'ફરઝી'માં જોવા મળ્યા હતા.





સમીરે મનોરંજન, સર્કસ જેવી સિરિયલોમાં પણ કામ કર્યું હતું. સમીરે પરિંદા, ઈના મીના ડીકા, દિલવાલે, રાજા બાબુ, ટેરર ​​હી ટેરર, રીટર્ન ઓફ જ્વેલ ટીફ, શહાંશાન, અવ્વલ નંબર, પ્યાયે દીવાના હોતા હૈ, હમ હૈ કમાલ કે જેવી ઘણી ફિલ્મોમાં ભૂમિકાઓ પણ ભજવી હતી. સમીર અમેરિકા ગયા બાદ અને તેણે એક્ટિંગ સિવાય જાવા કોડર તરીકે નોકરી મેળવી હતી. વર્ષ 2008માં તેણે નોકરી ગુમાવી દીધી હતી. અમેરિકામાં તેને અભિનેતા તરીકે કોઈ જાણતું ન હોવાથી તેણે બીજા ક્ષેત્રમાં કામ કરવું પડ્યું હતું. સમીરને ભારતમાં જે પણ ભૂમિકાઓ મળી તે તેના 'નુક્કડ' પાત્ર પર આધારિત હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application