દરેક તહેવારની જેમ ઉતરાયણમાં પણ કોરોનાનું ગ્રહણ લાગવાનું છે એ વાત નક્કી છે. રાજ્ય સરકાર દ્વારા આ મહામારી ફેલાય નહી તે અંગે પતંગ ઉત્સવ રદ કર્યો છે. અમદાવાદમાં આયોજીત એક કાર્યક્રમમમાં ઉતરાયણને લઈને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મોટું નિવેદન આપ્યું છે.
DyCM નીતિન ભાઈએ કહ્યું કે, એક ધાબા પર સોસાયટીના લોકો ભેગા થાય તેની મંજૂરી મળશે નહીં. ઉત્તરાયણમાં કેટલા લોકો ધાબા પર ભેગા થઇ શકશે તે અંગેના વધુ નિયમોની આગામી દિવસોમાં જાણકારી અપાશે અને એક ધાબા પર 50 જેટલા લોકો ભેગા ન થવા જોઈએ. તેમણે કહ્યું કે, ટૂંક સમયમાં નિયમોની જાહેરાત કરાશે. વધુ લોકો ધાબા પર ભેગા ન થાય તે જરૂરી છે. હાલ કોરોના સામે આપણે લડી રહ્યા છીએ એવામાં ઉજવણી કોરોના વકરાવી શકે છે. એક આગાસી પર 50થી વધુ લોકો એકત્ર નહી થવા દેવાય.
ઉલ્લેખનિય છે કે, રાજ્યભરમાં ઉત્તરાયણની નાના બાળકોથી લઇ દરેક લોકો ઉત્સાહપૂર્વક રાહ જોતા બેઠા હોય છે ત્યારે આ વર્ષે કોરોનાના કારણે પતંગ બજારમાં મંદીનો માહોલ છે ત્યારે ઉતરાયણ પર્વના ગણતરીના દિવસો બાકી છે એવા સમયે સરકારના આ નિર્ણયથી પતંગરસિકો અને પતંગના વેપારીઓને મોટો ઝટકો લાગશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500