Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાજ્યમાં ધોરણ 1 થી 9ની તમામ શાળાઓમાં શિક્ષણ કાર્ય બંધ

  • April 05, 2021 

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કોર કમિટીના આ નિર્ણય અનુસાર રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણની સ્થિતિને ધ્યાનમાં લઈને સમગ્ર રાજ્યમાં ધોરણ 1 થી 9ની તમામ શાળાઓમાં સોમવાર 5મી એપ્રિલથી અન્ય સૂચનાઓ કે આદેશ ના થાય ત્યાં સુધી શિક્ષણ કાર્ય બંધ રાખવામાં આવશે.

 

 

 

 

 

રાજ્યમાં તમામ સરકારી અને ખાનગી શાળાઓને આ સૂચનાઓનો અમલ કરવાનો રહેશે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યના વિદ્યાર્થીઓના વ્યાપક હિત અને કોરોના સંક્રમણ નિયંત્રણના ઉદ્દેશ્યથી આ નિર્ણય કર્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application