Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગુજરાત બોર્ડની પરીક્ષાનાં પેપર તપાસવાનો પ્રારંભ કરાયો

  • March 15, 2024 

ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાના મૂલ્યાંકન કામગીરીમાં મોટો ફેરફાર કરાયો છે. આ આયોજન મુજબ હવે ધોરણ 10 અને 12 ની પરીક્ષાનું પરિણામ દર વર્ષની સરખામણીએ દોઢ મહિના વહેલુ જાહેર થશે. એટલે કે તારીખ 15 થી 20 એપ્રિલની વચ્ચે પરિણામ આપી દેવામાં આવશે. પરિણામ વહેલા આપવાથી ઉચ્ચ અભ્યાસમાં થતા પ્રવેશની પ્રક્રિયામાં પણ ઝડપ આવશે. ત્યારે આજથી જ પેપર ચેકિંગની કામગીરી શરૂ કરી દેવાઈ છે. 


ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનું પરિણામ 1 મહિનો વહેલાં જાહેર થશે. એપ્રિલના બીજા કે ત્રીજા અઠવાડિયામાં પરિણામ જાહેર થઈ શકે છે. પેપર મૂલ્યાંકનમાં ફેરફાર થયા હોવાથી પરિણામ વહેલું આવવાની શક્યતા છે. ત્યારે આજથી ગુજરાત બોર્ડની પરીક્ષાના પેપર તપાસવાની શરૂઆત કરાઈ છે. આ સાથે જ પેપર ચકાસણીના દરમાં 1 રૂપિયાનો વધારો કરાયો છે. મહત્વનું છે કે ગુજરાત શિક્ષણ બોર્ડે આ વર્ષે વિદ્યાર્થીઓનું પરિણામ દર વર્ષ કરતાં 1 મહિનો વહેલા આપવાનું આયોજન કર્યુ છે. જેના પગલે પેપર પૂરા થાય તેની સાથે જ પેપર ચકાસણીનું કામકાજ શરૂ કરી દીધું છે.


ધોરણ 10 ની પરીક્ષાના પ્રશ્નપત્રોની ઉત્તરવહી 204 મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો પર થશે. તો ધોરણ-12 સામાન્ય પ્રવાહની ચકાસણી 184 મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો પર થશે. ધોરણ 10 અને 12ની પરીક્ષા બહુ જ મહત્વની ગણવામાં આવે છે. ત્યારે આ પરીક્ષાની પ્રોસેસ બહુ જ લાંબી હોય છે. પરીક્ષાના પરિણામની પણ લાંબી રાહ જોવી પડે છે. જેથી તેની અસર તેના બાદના એડમિશન પ્રોસેસ પર થાય છે. તેથી આ પ્રોસેસ ઝડપી બનાવવા માટે બોર્ડનું પરિણામ વહેલુ આપવામાં આવશે. આ વર્ષે બોર્ડનું પરિણામ સવાથી દોઢ મહિનો વહેલુ એટલે કે 20 એપ્રિલ પહેલા જાહેર થઈ જાય તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે લગભગ બે મહિના જેટલા લાંબા ગાળા બાદ પરિણામ આપવામાં આવ્યુ હતું. ત્યારે હવે નવા આયોજન મુજબ, પરીક્ષા પૂર્ણ થતાના માત્ર 20 દિવસમાં પરિણામ જાહેર થઈ જશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application