ગુજરાત હાઈકોર્ટના તમામ વકીલો અચોક્કસ મુદત માટે આવતી કાલથી હડતાલ પર ઉતરશે. બાર એસોસિએશન દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે બાર એસોસિએશનના નિર્ણયની જાણ ચીફ જસ્ટિસને કરવામાં આવશે. હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનના પ્રમુખ પદ માટે આવતીકાલે યોજાનારી ચૂંટણી મોકૂફ રાખવામાં આવી છે. બીજી તરફ ગુજરાત હાઈકોર્ટના તમામ વકીલો નિર્ધારિત મુદત માટે હડતાલ પર ઉતરી ગયા છે. બપોરે 2.30 વાગ્યાથી વકીલો કોર્ટના કામકાજથી દૂર રહેશે.
ગુજરાત હાઈકોર્ટ બાર એસોસિએશને હાઈકોર્ટના જજ જસ્ટિસ નિખિલ કેરિયલની બદલીના વિરોધમાં પહેલેથી જ હડતાળ પર ઉતરવાનો નિર્ણય લીધો છે. વકીલો માટે સર્વાનુમતે હડતાળની જાહેરાત ગુજરાત હાઈકોર્ટ બાર એસોસિએશન તરફથી કરવામાં આવી છે. હાલ વકીલો ચીફ જસ્ટિસની કોર્ટમાં જઈ રહ્યા છે. બાર એસોસિએશનના નિર્ણયની જાણ ચીફ જસ્ટિસને કરવામાં આવશે.ચીફ જસ્ટિસનો કોર્ટરૂમ વકીલોથી ભરેલો છે.
ગુજરાત હાઈકોર્ટમાં અગાઉ પણ માતૃભાષાને લઈને વકીલો અને બાર એસોસિએશનો સામે આવ્યા હતા ત્યારે ફરી એકવાર આ હડતાળનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી આવતી કાલે આ મામલે બપોર બાદ હડતાલનો હાલ પુરતો નિર્ણય લેવાયો હોવાનું સામે આવી રહ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500