સુરતની સિવિલ હોસ્પિટલની ઘોર બેદરકારીનો મામલો સામે આવ્યો છે.અહીં દીકરાની સારવાર માટે આવેલા એક પિતાને સવારથી સાંજ સુધી માત્ર ધક્કા ખવડાવવામાં આવ્યા હતા. ઉપરાંત,દર્દી બાળકને સુવડાવવા માટે સ્ટ્રેચર પણ આપવામાં આવ્યું નહોતું. બાળકને આખો દિવસ ખોળામાં લઈને હોસ્પિટલમાં ધક્કા ખાતા પિતાના આંખમાં આંસુ સરી પડ્યા હતા.
મળતી માહિતી મુજબ,મૂળ બિહારના વતની નિતેશભાઈ પાંડે હાલ પાંડેસરા વિસ્તારમાં રહે છે અને ડ્રાઇવિંગનું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે.તેમના પરિવારમાં પત્ની,બે પુત્રી અને એક પુત્ર છે,જેમાંથી છ વર્ષના પુત્રને પગમાં ફોલ્લો થયો હતો,જેની સારવાર માટે તેઓ સિવિલ હોસ્પિટલ આવ્યા હતા.જોકે,હોસ્પિટલમાં તબીબોના સંકલનના અભાવે સવારથી સાંજ સુધી નિતેશભાઈને માત્ર ધક્કા ખાવા પડ્યા હતા.
લાચાર પિતાની આંખમાં આંસુ સરી પડ્યા
ઉપરાંત,દીકરા માટે એક સ્ટ્રેક્ચર પણ આપવામાં આવ્યું નહોતું,જેના કારણે આખો દિવસ નિતેશભાઈને દીકરાને ખોળામાં ઉચકીને હોસ્પિટલમાં રઝળવાનો વારો આવ્યો હતો.પોતાની અને દીકરાની હાલત જોઈને લાચાર પિતાની આંખમાં આંસુ સરી પડ્યા હતા. જોકે,નિતેશભાઈની સ્થિતિ અંગે સીએમઓને જાણ થતા મધ્યસ્થી કરીને રેસિડન્ટ ડોક્ટરની ઝાટકણી કાઢી હતી. ઉપરાંત,બાળકને જલદી યોગ્ય સારવાર આપવા પણ કહ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500