Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તોડપાણીની ફરિયાદો : ત્રણ વર્ષ કે તેથી વધુ સમયથી ફરજ બજાવનારા TRBને ક્રમશઃ છૂટા કરી દેવાશે

  • November 19, 2023 

રાજ્યમાં ટ્રાફિક નિયમન કરવાને બદલે કેટલાક ટ્રાફિક બ્રિગેડના જવાનો વાહનચાલકોને ઉભા રાખીને તોડપાણી કરતા હોવાની ઘટનાઓ અનેક સામે આવી હતી. આટલુ જ નહીં, ટ્રાફિક બ્રિગેડના જવાનોને વાહનચાલકોને રોકીને ડોક્યુમેન્ટ માંગવાની કે દંડ આપવાની સત્તા ન હોવા છતાં ઠેરઠેર ટીઆરબી જવાનો વાહનચાલકોને વ્હીકલ ડિટેઇન કરવાની ધમકી આપીને તોડપાણી કરતા હોવાનું ઉચ્ચ પોલીસ અધિકારીઓના ધ્યાને આવ્યુ હતુ. આથી રાજય પોલીસ વડાએ શનિવારે 6400 ટીઆરબી જવાનોને ક્રમશઃ છૂટા કરવા આદેશ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત, ખાલી પડેલી જગ્યા ભરવા માટે પણ સૂચના આપવામાં આવી છે.



ગુજરાતના મહાનગરો ઉપરાંત જિલ્લા મથકોએ ટ્રાફિક સમસ્યાઓની સમસ્યા માથાનો દુખાવો બની છે ત્યારે આ ટ્રાફિક સમસ્યા ન સર્જાય અને ટ્રાફિકનું નિયમન થાય તે માટે ટ્રાફિક પોલીસની સાથે ટ્રાફિક બ્રિગેડના જવાનો પણ ફરજ બજાવે છે. પરંતુ લાંબા સમયથી ટ્રાફિક બ્રિગેડના જવાનો ટુવ્હીલર, ફોર વ્હીલર કે ભારે વાહનચાલકોને ઉભા રાખીને પૈસા પડાવતા હોવાની ફરિયાદો ગાંધીનગર સુધી પહોંચી હતી.




આટલુ જ નહીં, અનેક ટ્રાફિક બ્રિગેડ જવાનોના પૈસા લેતા કે માંગતા વિડીયો-ઓડીયો અગાઉ વાઈરલ થયા હતા. જેને ધ્યાનમાં રાખીને દિવાળી પૂર્ણ થતાની સાથે રાજય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા 6400 જેટલા ટીઆરબી જવાનોને છૂટા કરવા માટે આદેશ આપ્યો છે. રાજ્યમાં 9 હજાર ટીઆરબી જવાનો ફરજ બજાવી રહ્યા છે જે પૈકી 10 વર્ષથી વધુ સમયથી ફરજ બજાવતા 1100 જવાનોને તા. 30 નવેમ્બર સુધી છૂટા કરવા, પાંચ વર્ષથી વધારે સમયથી ફરજ બજાવતા 3 હજાર જવાનોને 31 ડિસેમ્બર સુધી છૂટા કરવા અને 3 વર્ષથી વધુ સમયથી ફરજ બજાવતા 2300 જવાનોને આગામી 31 માર્ચ 2004 સુધીમાં છૂટા કરવા માટે તમામ કમિશનર, રેન્જી આઇજી અને એસપીઓને લેખિતમાં હુકમ કર્યો છે. આટલુ જ નહીં, આ 6400 જવાનોની ખાલી પડેલી જગ્યા ભરી દેવા પણ સૂચના અપાઈ છે. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરામાં ટ્રાફિક બ્રિગેડને મલાઇદાર પોઇન્ટ પર ફરજ મૂકવા માટે દર મહિને ટ્રાફિક પીઆઇઓ હપ્તો નક્કી કરતા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application