રાજ્યસભામાં આજરોજ કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સીતારમન એ બજેટ પર થયેલી ચર્ચાનો જવાબ આપ્યો. આ દરમિયાન તેમણે વિપક્ષી દળો ઉપર ઘણા પ્રહાર કર્યા છે. તેમણે કોંગ્રેસને નિશાન બનાવીને ત્યાં સુધી કહ્યું કે સરકારી યોજનાઓ માત્ર ગરીબોના લાભ માટે જ છે, કોઇ જમાઇ માટે નથી.
ઉલ્લેખનીય છે કે બજેટ સત્ર દરમિયાન વિપક્ષી પાર્ટીઓએ ખેડૂત આંદોલનને લઇને સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
ત્યારે આજે બજેટ ઉપર થયેલી ચર્ચાનો જવાબ આપતા નાણામંત્રી નિર્મલા સીતારમન એ કહ્યું કે, આ એક એવું બજટે છે જે સ્પષ્ટ રીતે અનુભવ, પ્રશાસનિક ક્ષમતાઓ અને તના જોખમને પણ દર્શાવે છે. રાજ્યસભામાં નાણામંત્રી નિર્મલા સીતારમન એ સરકારની ઉપલબ્ધો પમ ગણાવી હતી. તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકાર તરફથી 80 કરોડ લોકોને મફતમાં રાશન આપવામાં આવ્યું છે. તો 8 કરોડ લોકોને મફતમાં રાંધણ ગેસ પણ આપી છે. આ સિવાય 40 કરોડ ખેડૂતો, મહિલાઓ, દિવ્યાંગો અનો ગરીબોને સીધી રોકડ રકમથી સહાય કરી છે.
નાણામંત્રી નિર્મલા સીતારમન એ જ્યારે જમાઇ અંગે ટિપ્પમઈ કરી તો કોંગ્રેસ દ્વારા હોબાળો કરવામાં આવ્યો. કોંગ્રેસના હોબાળા બાદ નિર્મલા સીતીરમને કહ્યું કે, મને નથી લાગતું કે જમાઇ શબ્દ ઉપર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો કોઇ ટ્રેડમાર્ક હોય.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500